Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૫૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
તેની સાથે માયા-શલ્ય, નિયાણ-શલ્ય અને મિથ્યાત્વશલ્ય પણ પરિહરું, કારણ કે તે ધર્મકરણીના અમૂલ્ય ફલનો નાશ કરનાર છે.
આ બધાનો ઉપસંહાર કરતાં હું એવી ભાવના રાખું છું કે ક્રોધ અને માન તથા માયા અને લોભ પરિહરું કે જે અનુક્રમે રાગ અને દ્વેષનાં સ્વરૂપો છે; અને સામાયિકની સાધનાને સફળ બનાવનારી મૈત્રી ભાવનાનો બને તેટલો અમલ કરીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય એ છયે કાયના જીવોની યતના કરું. જો આટલું કરું તો આ મુહપત્તી-રૂપી સાધુતાનું જે પ્રતીક મેં હાથમાં લીધું છે, તે સફળ થયું ગણાય.
મુહપત્તીની તથા અંગની પડિલેહણા કરતી વખતે આ બોલો નીચે પ્રમાણે બોલવા ઘટે છે :
મુહપત્તિીની પડિલેહણ વખતે વિચારવા યોગ્ય બોલો ?
(૧) પ્રથમ ઊભડક બેસો, બે હાથ બે પગ વચ્ચે રાખો, મુહપત્તીની ઘડી ઉકેલો, બંને હાથથી બને છેડા પકડો અને મુહપત્તીની સામે દૃષ્ટિ રાખો. પછી મનમાં બોલો કે (નીચે કાળા અક્ષરો આપ્યા છે તે મનમાં બોલવાના છે તથા તેનો અર્થ વિચારવાનો છે.)
સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દઉં ૧. સૂત્ર—આ બોલતી વખતે મુહપત્તીની એક બાજુની પ્રતિલેખના થાય છે, એટલે કે તેની એક બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે.
૨. અર્થ, તત્ત્વ કરી સદહું–આ બોલતી વખતે મુહપત્તીની ડાબા હાથ ઉપર મૂકી ડાબે હાથે પકડેલો છેડો જમણા હાથે પકડો અને જમણા હાથે પકડેલો છેડો ડાબા હાથે પકડી મુહપત્તીનો બીજો ભાગ ફરી સામે લાવવામાં આવે છે.
સૂત્ર તથા અર્થ ઉભયને તત્ત્વરૂપ એટલે સત્ય-સ્વરૂપ સમજું અને તેની પ્રતીતિ કરી તેના પર શ્રદ્ધા કરું. (આ વખતે મુહપત્તીની બીજી બાજુની પ્રતિલેખના થાય છે.) એટલે કે મુહપત્તીની બીજી બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે.
૩. પછી મુહપત્તીનો ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org