Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ તેમાં જે કાંઈ દોષો કે અલના થઈ હોય તે પાપ નિષ્ફળ થાઓ તેવી માગણી કરવામાં આવે છે. પછી જમણો હાથ સ્થાપના-સમક્ષ અવળો રાખીને “નમુક્કાર”-(નમસ્કાર મંત્રોનો પાઠ એક વાર બોલવામાં આવે છે, એટલે સ્થાપનાચાર્યની ઉત્થાપના થઈ ગણાય છે. અહીં સામાયિકનો વિધિ પૂરો થાય છે. જેઓ એક કરતાં વધારે સામાયિક કરવાની ઈચ્છા રાખતા હોય તેઓ તેની પૂર્ણાહુતિનો વિધિ ન કરતાં ફરીથી સામાયિકનો પ્રવેશ વિધિ કરે છે અને એ રીતે સામાયિકને આગળ લંબાવે છે. આ પ્રમાણે એકસામટી ત્રણ સામાયિકની ક્રિયાઓ થઈ શકે અને ત્રીજી વખત પારવાનો વિધિ કરવો જોઈએ.
જે વ્યક્તિ સામાયિકને અનુસરે છે, તે સુખ, શાંતિ અને સામર્થ્યનો લાભ મેળવી શકે છે.
મુખપત્તી-પડિલેહણનો વિધિ મુહપત્તીનાં માપ, આકાર, પ્રયોજન વગેરે સંબંધી વિસ્તૃત વિચારણા ધર્મોપકરણો નામના આ ગ્રંથના પાંચમા પરિશિષ્ટમાં કરવામાં આવી છે, તેથી અહીં તેની પુનરુક્તિ કરવામાં આવતી નથી, પરંતુ તેનું પડિલેહણ શા માટે કરવું અને કેવી રીતે કરવું, તે સંબંધી કેટલીક વિચારણા કરવામાં આવે છે.
પડિલેહણા શબ્દનો સંસ્કૃત સંસ્કાર પ્રતિબ્લેરવના છે. એ શબ્દ પ્રતિ ઉપસર્ગવાળા તિરસ્ ધાતુમાંથી બનેલો છે. પ્રતિ ઉપસર્ગ જુદા જુદા અનેક અર્થમાં વપરાય છે, તેમાંથી અહીં તે નિશ્ચયના અર્થમાં વપરાયેલો છે અને ઉતરવું ધાતુ જોવાનો અર્થ દર્શાવે છે, તેથી પ્રતિક્લેરવના'નો અર્થ બારીકાઈથી જેવું, ધ્યાનપૂર્વક જોવું કે નિરીક્ષણ કરવું, એવા અર્થમાં સિદ્ધ થાય છે. આ વાતનું વિશેષ પ્રમાણ ઓઘનિર્યુક્તિની નીચેની ગાથામાંથી મળે છે :
“મામોન-મન-વેસT ય હ પદ-પત્નેિહા ! पेक्खण-निरिक्खणा वि अ, आलोयण-पलोयणेगट्ठा ॥३॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org