Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સામાયિક પારવાનો વિધિ૦૫૪૩
[૩] સામાયિક પારવાનો વિધિ (સામાયિકનો સમય બે ઘડીનો છે, તે પૂરો થયે તરત જ સામાયિક પારવાનો વિધિ કરવો જોઈએ. આ સમયમાં કાંઈ પણ ફરક પડે તો તે પ્રમાદ ગણાય અને ક્રિયામાં દોષ લાગે.)
સંકેત વિધિમાં આપ્યા મુજબ સમજવો.
પ્રણિપાત (૧) ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી.
ઇર્યાપથ-પ્રતિક્રમણ (૨) સામાયિક લેવાના વિધિમાં દર્શાવ્યા મુજબ કરવું.
મુહ. પડિ.નો આદેશ (૩) પછી ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી અને નીચે પ્રમાણે આજ્ઞા માગવી :
ઇચ્છા. મુહપત્તી પડિલેહઉં ? (ગુરુ કહે, પડિલેહેહ.) ઇચ્છે, (આજ્ઞાનો સ્વીકાર).
| મુહ. પડિ. (૪) પછી બેસીને મુહપત્તીની વિધિસર પડિલેહણા કરવી. આ ક્રિયામાં
પચીસ બોલ મુહપત્તીના તથા પચીસ બોલ અંગ-પડિલેહણાના ચિંતવવા.
સામાયિકની ક્રિયા પારવાનો આદેશ (૫) પછી ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી અને ઊભા થઈને નીચે પ્રમાણે
આજ્ઞા માગવી : ઇચ્છા. સામાયિક પારું ?*
* અહીં ગુરુ કહે કે પુણો વિ કાયā [ફરી પણ કરવું.] Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org