Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૧] સામાયિક લેવાનો વિધિ
સંકેત ખમા. પ્રણિ. એટલે થોભવંદણ-સુત્ત અથવા ખમાસમણ સૂત્ર દ્વારા પ્રણિપાત કરવાની ક્રિયા. આ પાઠ ઊભા રહીને બોલવો અને છેલ્લું પદ મયૂએણ વંદામિ બોલતી વખતે નીચા નમીને પંચાંગ-પ્રણિપાત કરવો.
ઇચ્છા. એટલે ઇચ્છાકારેણ સંદિસહ ભગવે ! ઇરિયા. એટલે ઇરિયાવહિયં પડિક્રમામિ. મુહ. એટલે મુહપત્તિ પડિ. એટલે પડિલેહણની ક્રિયા ઇચ્છે. એટલે આજ્ઞાનો સ્વીકાર.
શુદ્ધિ (૧) શરીર, વસ્ત્ર અને ઉપકરણ જેવા કે ચરવળો, કટાસણ અને મુહપત્તીની શુદ્ધિ-પૂર્વક સામાયિક કરવાને તત્પર થવું.
ભૂમિ-પ્રમાર્જન તથા આસન (૨) બેસવાની જગ્યાનું બરાબર પ્રમાર્જન કરીને કટાસણ પાથરી તેના ઉપર આસન કરવું.
૧. સ્થાપનાચાર્ય સ્થાપવાની વિધિ આસનની સામે બાજોઠ અગર ઉચ્ચાસન રાખવું. તેના ઉપર સાપડો રાખવો. તેના ઉપર જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં ઉપકરણ તરીકે માળા (નવકારવાળી) કે ધાર્મિક ગ્રંથ રાખવો. તેમાં સગુરુની સ્થાપના કરવી. તે માટે મુહપત્તી, ડાબા હાથમાં મુખ પાસે રાખીને, જમણો હાથ સ્થાપનાની સામગ્રી સંમુખ સ્થાપના મુદ્રાથી ધરવો અને એક વાર નમુક્કાર(નમસ્કારમંત્ર)નો પાઠ બોલવો. પછી પંચિંદિય-સુત્ત(પંચિંદિય સૂત્ર)નો પાઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org