Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વૈયાવચ્ચગરાણું-સૂત્ર’ ૦ ૫૩૩
વગેરેનું વિધિ-પૂર્વક સંપાદન કરવું-મેળવી આપવું એ તેનો ભાવાર્થ છે. શ્રીભગવતીસૂત્રના ૨૫મા શતકના ૭મા ઉદ્દેશમાં વૈયાવૃત્ત્વના દસ પ્રકારો નીચે મુજબ જણાવેલા છે :
से किं तं वेयावच्चे ? वेयावच्चे दसविहे पन्नत्ते, तं जहा - (१) આરિય-વૈયાવચ્ચે, (૨) વાય-વેયાવન્ગ્વે, (૨) ઘેર-વેયાવચ્ચે, (૪) તવસિ-વેયાવચ્ચે, (૧) લાળ-વૈયાવચ્ચે, (૬) મેદવૈયાવચ્ચે, (૭) ત-વૈયાવચ્ચે, (૮) શળ-વૈયાવચ્ચે, (૧) સંઘવેચાવચ્ચે, (૨૦) સામ્નિય-વૈયાવચ્ચે । સે તું વૈયાવચ્ચે ॥ હે ભગવન્ ! તે વૈયાવૃત્ત્વ કેવું હોય ? વૈયાવૃત્ત્વ દસ પ્રકારનું કહેલું છે, તે આ રીતે : (૧) આચાર્યનું વૈયાવૃત્ત્વ, (૨) ઉપાધ્યાયનું વૈયાવૃત્ત્વ, (૩) સ્થવિરનું વૈયાવૃત્ત્વ, (૪) તપસ્વીનું વૈયાવૃત્ય, (૫) ગ્લાન એટલે માંદા કે અશક્ત સાધુનું વૈયાવૃત્ત્વ, (૬) શૈક્ષ એટલે નવ દીક્ષિત હોઈને જે શિક્ષણ પ્રાપ્ત કરે છે, તે સાધુનું વૈયાવૃત્ત્ત. (૭) કુલ એટલે એક આચાર્યનો શિષ્ય-સમુદાય, તેનું વૈયાવૃત્ત્વ, (૮) ગણ એટલે જુદા જુદા આચાર્યોના સમાન-વાચનાવાળા સહાધ્યાયીઓ, તેમનું વૈયાવૃત્ત્વ (૯) સંઘ એટલે સકલ શ્રમણસંઘ, તેનું વૈયાવૃત્ત્વ, (૧૦) સાધર્મિક એટલે સમાનધર્મ પાળનારાઓનું વૈયાવૃત્ત્વ.
શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં કહ્યું છે કે વૈયાવૃત્ત્વથી તીર્થંકર-નામગોત્ર કર્મ બંધાય છે. વેયાવચ્ચે તિસ્થયનામનુત્તે મં નિનંથક્ । વૃદ્ધ-સંપ્રદાય મુજબ વૈયાવૃત્ત્તકર શબ્દથી અંબા, કૂષ્માંડી, અપ્રતિચક્રા કે ગોમુખયક્ષ આદિ શાસન-રક્ષક દેવો ગ્રહણ કરાય છે.
શાંતિ-ઉપદ્રવોનું નિવારણ કરનાર.
શાંતિ અનેક પ્રકારે પમાય છે, તથાપિ અહીં તેનો અર્થ ઉપદ્રવોમાંથી શાંતિ લેવાનો છે, કારણ કે તેનો સંબંધ ઉપદ્રવોનું નિવારણ કરનાર દેવો સાથે છે. તે અંગે ચે. મ.માં કહ્યું છે કે : શાંતિ: પ્રત્યેનીવૃતોપસfનિવાર્ળમ્'-વિરાધીઓએ કરેલા ઉપસર્ગોનું નિવારણ એ શાંતિ સમજવી. સમ્યગ્દષ્ટિ-સમાધિર-સમ્યગ્દૃષ્ટિઓને શાતા પમાડનાર, મુમુક્ષુઓને ધર્મસાધનમાં સહાયતા કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
r
www.jainelibrary.org