Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘અરિહંત-ચેઇયાણં’ સૂત્ર ૦ ૪૫૭
મણિ)ની જેમ ચિત્તને સ્વચ્છ કરનારી છે.’ અર્થાત્ મિથ્યાત્વ મોહનીય કર્મનો જેટલા અંશે ક્ષયોપશમ થાય છે, તેટલ અંશે ‘શ્રદ્ધા’ ઉત્પન્ન થાય છે. આં શ્રદ્ધાથી ચિત્ત ઉપર શું અસર થાય છે ?' તેનો ઉત્તર એ છે કે ‘જેમ જલકાંત ણિને કોઈ પણ જળાશયમાં નાખવામાં આવે તો તેમાં રહેલા કચરાને શીઘ્ર દૂર કરી જળને સ્વચ્છ બનાવે છે, તેમ આ ‘શ્રદ્ધા' સંશયાદિ દોષોરૂપી કચરાને દૂર કરીને ચિત્તને સ્વચ્છ બનાવે છે.’ અહીં તેવી શ્રદ્ધાની જરૂર છે, એટલે તેમણે વધારામાં જણાવ્યું છે કે ‘તયા શ્રદ્ધા’-તેવી શ્રદ્ધા વડે, ‘ન તુ વતામિયોતિના' નહિ કે કોઈના બલાત્કાર આદિ વડે.' અહીં આદિ શબ્દથી લજ્જા, ભય વગેરે સમજવાં. કેટલાક યોગવિશારદો શ્રદ્ધાનો અર્થ ઉત્કંઠા, સમુત્કંઠા કે જિજ્ઞાસા પણ કરે છે. શાસ્ત્રકારોએ ચાર દુર્લભ વસ્તુઓની ગણતરીમાં શ્રદ્ધાને ખાસ સ્થાન આપેલું છે. જેમકે :
“વત્તરિ પરમંગળિ, તુાળી, ખંતુળો । माणुसत्तं सुई सद्धा, संजमंमि य वीरियं ॥"
પ્રાણીઓને ચાર પરમ અંગોની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તે આ રીતે :- (૧) ‘મનુષ્યત્વ' એટલે મનુષ્યજન્મની પ્રાપ્તિ, (૨) ‘શ્રુતિ’ એટલે સત્શાસ્ત્રો સાંભળવાનો યોગ, (૩) ‘શ્રદ્ધા’ એટલે જીવ, અજીવ આદિ તત્ત્વોની રુચિ અને (૪) ‘સંયમને વિશે વીર્યની સ્ફુરણા અર્થાત્ સંયમી જીવન ગાળવાનો પુરુષાર્થ.
મેદ્દાદ્-[મધયા]-મેધાપૂર્વક, બુદ્ધિની પટુતાથી.
મેથા-મતિ, બુદ્ધિપટુતા. મેહા મડ઼ે મળીસા વિજ્ઞાળ ધી ધિરૂં બુદ્ધી'(પા. લ. ના. ગા-૩૧) “મેહા પફુલ્લું ન પુન: વ્રતઃ' (આ. ચૂ. અ. ૫. પૃ. ૨૫૭) શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં મેધાનો અર્થ કરતાં જણાવ્યું છે કે ઃ- 'मेधा च सच्छास्त्रग्रहणपटुः पापश्रुतावज्ञाकारी જ્ઞાનાવરણીય-ક્ષયોપશમખચિત્તધર્મ:- મેધા એ સત્શાસ્ત્રોને ગ્રહણ કરવામાં કુશલ અને પાપશ્રુતની અવજ્ઞા કરનારો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારો એક પ્રકારનો ચિત્તધર્મ છે.’ તાત્પર્ય કે, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી જે મતિ (બુદ્ધિ) હિતકારી અને અહિતકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org