Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અરિહંત-ચેઈયાણં સૂત્ર ૦૪૫૯
અનુપ્રેક્ષા-ચિંતન, અનુચિંતન, પુનઃ પુનઃ સ્મરણ. સ્થાનાંગસૂત્રની ટીકામાં “અનુપ્રેક્ષા'નો અર્થ “દ્વિનિ' કરવામાં આવ્યો છે. આ. ચૂ.માં કહ્યું છે કે મનુpક્ષા નામ તત્ત્વચિંતન'-અનુપ્રેક્ષા એટલે તત્ત્વના અર્થનું અનુચિતન.' શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં જણાવ્યું છે કે‘મનુpક્ષય ર્દUIનાવ મુહુર્મુહુરનુરોન, ન તદ્ વૈજ્જૈન-અનુપ્રેક્ષા વડે એટલે અહંના ગુણોનું જ પુનઃ પુનઃ સ્મરણ કરવા વડે, નહિ કે તેના વૈકલ્ય વડે.”
અર્થનું ચિંતન-મનન કરવું. તેને પણ “અનુપ્રેક્ષા' કહેવામાં આવે છે. પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં તે ચોથા પ્રકારનો સ્વાધ્યાય છે. તે અંશે ઉત્તરાધ્યયન-સૂત્રના ત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કે
“વાયUT પુછUT જેવ, તહેવ પરિચઠ્ઠUT | अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ।"
વાચના (પાઠ લેવો), પૃચ્છના (શંકાઓ પૂછવી), પરિવર્તના (શીખેલું સંભારી જવું), અનુપ્રેક્ષા (અર્થનું ચિંતન-મનન કરવું) અને ધર્મકથા (અન્યને ધર્મ કહેવો, તેનો બોધ કરાવવો) એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં “અનુપ્રેક્ષા'ને સ્વાધ્યાયને ત્રીજો પ્રકાર માનવામાં આવ્યો છે. વાવનાપૃચ્છના-નુપ્રેક્ષાઇડના-થોંપશી: ” (અ. ૯, ૨૫.)-વાચના, પૂના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ સ્વાધ્યાયના ભેદો છે.
વડ્ડમાળી-[વર્ધમાન-વૃદ્ધિ પામતી.
અપેક્ષાવિશેષથી દરેક મનોવૃત્તિના ત્રણ પ્રકારો પડે છે. (૧) હિયમાના, (૨) અવસ્થિતા અને (૩) વર્લ્ડમાના. તેમાં જે વૃત્તિનો વેગ ક્રમશઃ ઘટતો જાય તે હીયમાના કહેવાય છે, જે વૃત્તિનો વેગ સ્થિર રહે તે અવસ્થિતા કહેવાય છે અને જે વૃત્તિનો વેગ ક્રમશઃ વધતો જાય તે વર્લ્ડમાના કહેવાય છે. આ વિશેષણ શ્રદ્ધા વગેરે પાંચ પદોને લાગુ પડે છે. તે માટે શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં કહ્યું છે કે વર્ધમાનતતિ श्रद्धादिभिः प्रत्येकमभिसम्बध्यते-वर्धमानतया से विशेष. सद्धाए माहि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org