Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ બાહ્ય દ્રવ્યોનાં અવલંબન વિના આરાધ્ય પ્રત્યે દર્શાવાતો અંતરનો વિશુદ્ધ પ્રેમ. આ બંને પ્રકારની ભક્તિમાં “ભાવ-ભક્તિ' કાર્ય છે, અને ‘દ્રવ્યભક્તિ' તેના સાધનરૂપ હોઈને તેનું કારણ છે.
જે દેહ વડે પ્રભુએ મુક્તિ પ્રાપ્ત કરી, જે કાયાના આધારે તેમણે ધર્મ-પ્રચાર કર્યો અને જે કાયાના આધારે જગત તેમને જાણી શક્યું, તે કાયા માનને પાત્ર છે. તેથી જલ, ચંદન, સુગંધી પદાર્થ, પુષ્પાદિથી અંગ-પૂજા કરવાનું વિહિત છે. “સમર્પણ” વિનાની “ભક્તિઆત્મા વિનાના દેહ જેવી, અથવા તો જ્યોત્સા વિનાની રાત્રિ જેવી છે; અર્થાત “સમર્પણ” એ
ભક્તિનો પ્રાણ છે, તેથી “અગ્ર-પૂજા પણ આવશ્યક બને છે. શ્રી જિનેશ્વરદેવ આગળ અક્ષત, ફળ, નૈવેદ્ય, ધૂપ, દીપ વગેરે ધરીને એ ભાવ વ્યક્ત કરવામાં આવે છે. તે વખતે એવી ભાવના ભાવવામાં આવે છે કેમારા હૃદયને નાથ ! હે પ્રભુ ! તમારા કરતાં કોઈ પણ વસ્તુ મને વહાલી નથી. જો કે મારાં પૂર્વકર્મોના યોગે હું સંસારની જાળમાં બંધાઈ ગયો છું અને સારા-નરસા અનેક પદાર્થો પર મમત્વ ધરાવી રહ્યો છું, પરંતુ હે નાથ ! તમારા ઉપદેશનો ખ્યાલ કરીને, તમારા ઉજ્જવલ ચારિત્રનો આદર્શ યાદ લાવીને તે મમતાને હું છોડી રહ્યો છું.-તેનું પ્રમાણ ઘટાડવા પ્રયત્ન કરી રહ્યો છું.
“અંગ-પૂજા” અને “અગ્ર-પૂજા' કર્યા પછી તેમના ગુણોનું સ્તવનરટણ કરવું, તે “ભાવ-પૂજા' છે. તેવી ‘ભાવ-પૂજા' સ્તુતિ-સ્તોત્ર વડે કે હૃદય-કમળમાં તેમનું ધ્યાન ધરવાથી થઈ શકે છે. આ નિમિત્તે બોલાતાં સ્તુતિ-સ્તોત્રો અર્થમાં ગંભીર, ભાષામાં મધુર અને સ્તવનામાં ભાવવાહી હોવાં જોઈએ. વળી તે બને તેટલા સુંદર સ્વરે અને એકતાનથી ગાવા જોઈએ કે જેથી આસપાસનું વાતાવરણ પણ ભક્તિમય બને. આ રીતે શ્રી જિનેશ્વરની ભક્તિમાં એકરસ થયેલા મનને તેમના ધ્યાનમાં લીન બનાવી દેવું, એ ભાવ-પૂજાનો સહુથી ઉત્કૃષ્ટ પ્રકાર છે. આ પ્રકારના ધ્યાન વડે આત્મા ક્રમશઃ “ગુણશ્રેણિ' પર ચડતો જાય છે, જેથી “વિભાવ-દશા' છૂટતી જાય છે અને “સ્વભાવ-દશા' પ્રાપ્ત થતી જાય છે. અનેક આત્માઓએ આ રીતે અંતરાત્માની શુદ્ધિ દ્વારા “પરમાત્મ-પદની પ્રાપ્તિ કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org