Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ (૬) પ્રમત્ત
(૧૩) સયોગી કેવલી (૭) અપ્રમત્ત
(૧૪) અયોગી કેવલી આ ગુણસ્થાનો સંબંધી વિપુલ માહિતી કર્મગ્રંથોમાં તથા ગુણસ્થાનક ક્રમારોહ ઈત્યાદિમાં આપેલી છે.
નો મુવીયા -[નોવા... પાગ્યઃ]-લોકના અગ્રભાગે ગયેલાઓને.
લોકપુરુષના મસ્તકભાગે સિદ્ધશિલા આવેલી છે, તે સિદ્ધશિલાથી એક યોજનના ભાગ એટલે ૭૬૬૬ ધનુષ્ય દૂર ગયા પછી સિદ્ધ થયેલા આત્માઓના સ્થાનની શરૂઆત થાય છે અને છેલ્લો ચોવીસમો ભાગ જ્યાં પૂરો થાય છે ત્યાં સિદ્ધર્ષિના આત્માઓનું સ્થાન પૂરું થાય છે. અહીંથી આગળ માત્ર આકાશ જ આવેલું છે; જે અલોકાકાશ કહેવાય છે. તેમાં ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય નામનાં મૂળ દ્રવ્યો રહેલાં નથી, તેથી ત્યાં આત્માની ગતિ કે સ્થિતિ સંભવતી નથી.
સિદ્ધિગતિ પ્રાપ્ત કરવાની યોગ્યતા મનુષ્યના ભવમાં જ છે, એટલે મનુષ્ય-દેહ છૂટી ગયા પછી આત્મા આ સ્થળે કેવી રીતે પહોંચી જાય છે. તે જાણવું જરૂરી છે. આત્માની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે, તેથી જયારે તેને કોઈ પણ પ્રકારનું કર્મ-બંધન ન હોય ત્યારે તે સીધી ઊર્ધ્વરિખા પ્રમાણે જ ગતિ કરે છે; એટલે જે સ્થળેથી તે છેલ્લો દેહ છોડે છે, તેના જ અગ્રભાગે સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે. આ ક્રિયાને પાણીમાં રહેલા તુંબડા સાથે સરખાવવામાં આવે છે. જેમ કોઈ તુંબડા પર કપડું વીંટાળી તેના પર માટીનો લેપ કર્યો હોય, એ રીતે વારંવાર કપડું વીંટાળ્યું હોય તથા માટીનો લેપ કર્યો હોય, તો એ તુંબડું પાણીને તળિયે બેસી જાય છે. હવે પાણીના ઘર્ષણથી તેની માટી પલળતી જાય ને કપડાનો આંટો ઉકેલાતો જાય તો એક પછી એક તેના પરનાં બંધનો ઓછાં થતા જાય છે; આ રીતે જ્યારે તેનાં બધાં બંધનો ઓછો થઈ જાય ત્યારે કપડાં અને માટીમાંથી તે તુંબડું સંપૂર્ણ મુક્ત થાય છે અને તેથી સીધું ઊર્ધ્વગતિ કરીને પાણીના મથાળે પહોંચી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org