Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
ઋષભજિનથી ચાર, સુમતિજિનથી આઠ, વિમલજિનથી દસ અને પાર્થ તથા વીરજિન એ રીતે ભરતક્ષેત્રમાં થઈ ગયેલા ચોવીસે જિનવરો વાંદ્યા.
આ રીતે ચોવીસે તીર્થકરો જે પરમાર્થ એટલે મોક્ષથી નિષ્ઠિતાર્થ થઈને-કૃતકૃત્ય થઈને સિદ્ધ ભગવંતરૂપે વિરાજે છે, તે મને સિદ્ધિ આપો.
આ સૂત્ર પર આવશ્યક-ચૂર્ણિ, આવશ્યક-ટીકા, લ. વિ. . વૃત્તિ, યોગશાસ્ત્ર સ્વ. વિ., ચે. મહાભાષ્ય, દેવવંદન-ભાષ્ય વગેરેમાં વિવરણ થયેલું છે.
આ સૂત્રમાં સર્વ વર્ણ ૧૯૮ છે, અને તેમાં ગુરુ ૨૪, તથા લઘુ ૧૭૪ છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રની પ્રથમ ત્રણ ગાથાઓ આવશ્યકસૂત્રના કાયોત્સર્ગઅધ્યયનમાં આવેલી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં પ્રથમની ત્રણ ગાથાઓ ગણધર-કૃત હોવાનું જણાવ્યું છે. પાછળની બે ગાથાઓ પણ પૂર્વાચાર્ય-કૃત હોઈ પ્રાચીન સમયથી માન્ય થયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org