Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૫૨૯ હોય કે નારી હોય કે નપુંસક હોય પણ આ સંસાર-સાગરને તરી જાય છે. [શાસ્ત્રોમાં કૃત્રિમ નપુંસકને મોક્ષના અધિકારી માનેલા છે.] ચોથી અને પાંચમી ગાથાઓ પછીથી ઉમેરાયેલી છે. તેમાં ચોથી ગાથામાં બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિને નમસ્કાર કરવામાં આવ્યો છે અને તે દ્વારા 'ગિરનાર તીર્થનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તે સંબંધી શ્રીહરિભદ્રસૂરિએ લ. વિ.માં જણાવ્યું છે કે :
एतास्तिस्रः स्तुतयो नियमेनोच्यन्ते, केचित् तु अन्या अपि पठन्ति, न च तत्र नियम इति न तद्-व्याख्यानक्रिया ।
આ ત્રણ સ્તુતિઓ નિયમ-પૂર્વક બોલાય છે, પરંતુ કેટલાક તો અન્ય સ્તુતિઓ પણ બોલે છે, પરંતુ તેનો નિયમ નહિ હોવાથી તેની વ્યાખ્યા કરેલી નથી. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિમાં જણાવ્યું છે કે :
एतास्तिस्रः स्तुतयो गणधरकृतत्वाद् नियमेनोच्यन्ते । केचित् तु अन्ये अपि स्तुती पठन्ति यथा-उज्जित० चत्तारि०
એ ત્રણ સ્તુતિઓ ગણધર-કૃત હોવાથી નિયમપૂર્વક બોલાય છે, અને કેટલાક તો બીજી પણ બે સ્તુતિઓ બોલે છે, તે નીચે મુજબ : amત વ્રત્તારિ ધર્મસંગ્રહમાં પણ એ જ મતલબની નોંધ છે.
પાંચમી ગાથામાં ચોવીસ તીર્થંકરોની સંખ્યાનું જે રીતે વર્ગીકરણ થયેલું છે, તેના પરથી એ ગાથાનો સંબંધ અષ્ટાપદ તીર્થની સાથે સમજવાનો છે. શ્રીભરત-ચક્રવર્તીએ બંધાવેલા સિંહનિષદ્યા-પ્રાસાદમાં દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તર દિશામાં દસ અને પૂર્વ દિશામાં બે જિનબિંબો આવેલાં છે. - ચેઈયવંદણ-મહાભાસમાં આ ગાથાનો અર્થ નીચે મુજબ કરવામાં આવ્યો છે :
चउरो उसभजिणाओ, अट्ठ य सुमईजिणाओ आरब्भ । विमलजिणाओ दस दो अ, वंदिया पास-वीरजिणा ॥ सव्वे वि जिणवरा ते, चउव्वीसं भरतखेत्त-संभूता ।
(૭૬-૭૭૦)
Jain Educat 1:3 &tional
For Private & Personal Use Only
www.jainelibrary.org