Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ सुरगण-सुहं समत्तं, सव्वद्धा-पिंडिअं अणंतगुणं । न य पावइ मुत्तिसुहं, णंताहि वि वग्ग-वग्गूहि ॥९८१॥
દેવોનાં સર્વકાલનાં એકઠાં કરેલ સમસ્ત સુખને અનંતગણું કરવામાં આવે, અને તેને અનંત વાર વર્ગના વર્ગથી ગણવામાં આવે, તો પણ તે સુખ મુક્તિ-સુખની બરોબર થઈ શકતું નથી.
સિદ્ધાવસ્થામાં જન્મ નથી, જરા નથી અને મરણ પણ નથી; તેથી તેમાં ભય, શોક કે કોઈ પણ પ્રકારનું દુઃખ નથી; પરંતુ ત્યાં અનંત અનંત સુખની સ્થિતિ વ્યાપી રહી છે. અને એ સ્થિતિ કાલથી બદ્ધ નથી, એટલે કે તે અનંત કાલ સુધી તેવી ને તેવી જ રહેવાની છે, આ સ્થિતિને પ્રાપ્ત કરવી એ પ્રત્યેક ભવ્ય આત્માનું અંતિમ લક્ષ્ય છે; તેથી પરમેષ્ઠિપદે રહેલા અરિહંતો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓની સઘળી સાધના તેને માટે જ હોય છે. અરિહંતો પણ જયારે દીક્ષા લે છે, ત્યારે નમો સિદ્ધાણં એ પદનો જ ઉચ્ચાર કરીને સામાયિકની પ્રતિજ્ઞા અંગીકાર કરે છે. આ રીતે સિદ્ધ ભગવંતો અરિહંતોને પણ માનનીય છે, તો છદ્મસ્થો માટે કહેવું જ શું ? એટલે મોક્ષના આદર્શનો ખ્યાલ સતત રહ્યા કરે તે માટે સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવી આવશ્યક છે. ”
સિદ્ધ ભગવંત કર્મક્ષય-સિદ્ધ છે, એમ દર્શાવવા તેમને માત્ર સિદ્ધ કહ્યા છે. આ સિદ્ધાવસ્થામાં જ્ઞાનનો અભાવ નથી, તેમ દર્શાવવાને માટે તેમને બુદ્ધ-સર્વજ્ઞ કહ્યા છે. આ સ્થિતિ પ્રાપ્ત થયા પછી તે પાછા આવવાના નથી, એટલે તેમને પારગત કહ્યા છે અને આ પ્રમાણેની સિદ્ધ અવસ્થા ગુણસ્થાનની પરંપરા વડે જ પ્રાપ્ત થતી હોવાથી તેમને પરંપરગત કહ્યા છે. તેઓનું સ્થાન લોકના અગ્રભાગે એટલે સિદ્ધશિલાથી ૭૬૬૬ ધનુષ્ય દૂર છે, એમ પણ આ સ્તુતિમાં જણાવ્યું છે.
બીજો નમસ્કાર શ્રી મહાવીરસ્વામીને કરવામાં આવ્યો છે, કારણ કે તેઓ છેલ્લા ભવ વખતે દ્રવ્ય-સિદ્ધ હતા અને આજે ભાવ-સિદ્ધ છે. દેવના દેવો વડે પણ તેઓ વંદાયા અને પૂજાયા હતા, કારણ કે તેઓએ ચાર ઘાતી કર્મના ક્ષય વડે અહપણું-પૂજાને યોગ્યપણું ઉપાર્જન કર્યું હતું. આવા શ્રી મહાવીરને અપૂર્વ આત્મબળથી જે કોઈ મુમુક્ષુ નમસ્કાર કરે છે, તે નર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org