Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૮૪૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીક-૧ જ સહુને માર્ગદર્શક હોવાથી ત્રીજી સ્તુતિ શ્રુતની અથવા આગમની કરવામાં આવે છે, તથા એ શ્રુતજ્ઞાનની-પ્રવચનની અધિષ્ઠાત્રી શ્રુતદેવતાવાગીશ્વરી હોવાથી ચોથી સ્તુતિ તેની કરવામાં આવે છે.
સાત્ત્વિકતાના પ્રતીકરૂપ-સંજ્ઞારૂપ શ્વેતવર્ણ, પવિત્રતાના પ્રતીકરૂપ કમલ તથા જ્ઞાનના પ્રતીકરૂપ પુસ્તક વડે નિર્માણ થયેલું શ્રુતદેવીનું સ્વરૂપ મલિનતા તથા જડતાને દૂર કરી પવિત્રતા તથા પ્રજ્ઞાનો પ્રકાશ આપવાને સમર્થ છે, એટલે તેનું આરાધન ઈષ્ટ મનાયું છે. શ્રીબપ્પભટ્ટસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીબાલચંદ્રસૂરિ, શ્રીજયશેખરસૂરિ, ઉપા. શ્રીયશોવિજયજી આદિને પ્રાપ્ત થયેલું અગાધ જ્ઞાન વાદેવી-શારદાદેવી-સરસ્વતીની યથાર્થ આરાધનાને આભારી હતું. બીજા પણ અનેક મુનિપ્રવરો એ જ રીતે શ્રુતદેવતાની આરાધના કરીને “પ્રજ્ઞાનો પ્રસાદ મેળવ્યાનાં અનેક દૃષ્ટાંતો ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.
આ સ્તુતિ અત્યંત ભાવવાહી છે અને પરંપરા પ્રમાણે સાધુઓ અને શ્રાવકોની પ્રતિક્રમણ ક્રિયામાં તેને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
(૭) પ્રકીર્ણક આ સ્તુતિ, વિ. સં. ૧૭૫૧માં શ્રીજિનવિજયજીએ રચેલા પડાવશ્યક-બાલાવબોધના અંત ભાગમાં સ્તુતિ-સંગ્રહમાં આપેલી છે.
આને પંચદેવ સ્તુતિ પણ કહે છે. (જુઓ ડી. સી. જે. ૫ ૨૭, પી. ટી. ૪ પૃ. ૨૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org