Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પુખ્ખરવર-સૂત્ર ૫૦૯
કહેવામાં આવે છે, કારણ કે તે દરેક તીર્થંકરના વખતમાં નિયમા હોતું નથી. નંદીસૂત્રમાં જણાવ્યા મુજબ અંગ-બાહ્ય શ્રુત બે પ્રકારનું છે : (૧) આવશ્યક અને (૨) અવશ્યક-વ્યતિરિક્ત. તેમાં આવશ્યકના છ ભાગ છે : (૧) સામાયિક, (૨) ચતુર્વિંશતિસ્તવ, (૩) વંદનક, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. તથા આવશ્યક-વ્યતિરિક્તના બે ભાગો છે : કાલિક શ્રુત અને ઉત્કાલિક શ્રુત. તેમાં જે શ્રુત દિવસની અને રાતની પહેલી અને ચોથી પૌરુષીમાં ભણાય, તે કાલિક શ્વેત અને જે સૂત્ર સૂર્યોદય, મધ્યાહ્ન, સૂર્યાસ્ત અને મધ્યરાત્રિ-એ ચારેની પહેલી અને છેલ્લી ઘડી સિવાય બાકીના સમયમાં ભણી શકાય તે ઉત્કાલિક શ્રુત. આ બે વિભાગમાં આવેલાં સૂત્રોની યાદી નંદીસૂત્રમાં તથા પાક્ષિકસૂત્રમાં આપેલી છે.
ભાવઓ-[ભવતઃ]-ભગવંતને.
શ્રુત શબ્દનું આ વિશેષણ છે. બંને પદો ચતુર્થી વિભક્તિના અર્થમાં ષષ્ઠીમાં યોજાયેલાં છે.
(૪) તાત્પર્યાર્થ સુધમ્મ-શુઠ્ઠું-શ્રુતધર્મ-સ્તુતિઃ -શ્રુતધર્મની સ્તુતિ.
શ્રુત એટલે આગમ. તેના અધ્યયનરૂપ જે ધર્મ, તે શ્રુતધર્મ. તેનું ગુણ-વર્ણન-સ્તુતિ જેમાં મુખ્ય છે તે, શ્રુત-ધર્મ-સ્તુતિ. આવશ્યકસૂત્ર-ચૂર્ણિ અને આવશ્યકસૂત્ર-ટીકામાં આ સૂત્રને શ્રુતભગવંતની સ્તુતિ મુતધમ્મ માવઓ થુરૂ રીતે ઓળખાવવામાં આવ્યું છે. દેવવંદન-ભાષ્ય વગેરેમાં તેને શ્રુત-સ્તવ તરીકે સંબોધ્યું છે. પ્રારંભના શબ્દો પરથી તે પુખ્ખરવર-સૂત્રના નામે પણ ઓળખાય છે.
અઢીઢીપ-મનુષ્ય-ક્ષેત્ર.
જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરાવર્તદ્વીપના સમૂહનું સાંકેતિક નામ અઢીદ્વીપ છે. મનુષ્યનો વાસ તેટલા ક્ષેત્ર પૂરતો મર્યાદિત હોઈને તેને મનુષ્ય-ક્ષેત્ર કહેવામાં આવે છે. હાલની ભૌગોલિક માન્યતા પ્રમાણે એશિયા ખંડ, આફ્રિકા ખંડ, યુરોપ ખંડ, અમેરિકા ખંડ અને ઑસ્ટ્રેલિયા ખંડ-એ પાંચ ખંડોમાં મનુષ્યની વસ્તી છે અને છઠ્ઠો એન્ટીઆર્કટીક ખંડ બહુધા વેરાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org