Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
છે, અને એ સાહિત્યનો પ્રચાર થવામાં લિપિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આ રીતે સાંભળીને મેળવેલું જ્ઞાન ભાષાબદ્ધ તથા લિપિબદ્ધ થવાથી અનેક મનુષ્યોને જ્ઞાનવૃદ્ધિનું નિમિત્ત બની શકે છે.
શ્રીતીર્થંકરદેવોએ જે ઉપદેશ આપ્યો હતો તે તેમના અતિબુદ્ધિશાળી અને લબ્ધિ-સંપન્ન આદ્ય શિષ્યોએ સારી રીતે ઝીલી લીધો હતો અને તેને સાહિત્યના રૂપમાં વ્યવસ્થિત કર્યો હતો. આ રીતે જે સાહિત્યનું નિર્માણ થયું, તેને શ્રુતજ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે છે અને તેની સ્તુતિ કરવી-તેના ગુણોનું વર્ણન કરવું એ પ્રસ્તુત સૂત્રનો હેતુ છે, તેથી તે શ્રતધર્મ-સ્તુતિ કહેવાય છે.
આ શ્રુતનો ઉદ્દભવ શ્રી તીર્થંકરદેવો દ્વારા થયેલો હોવાથી પ્રથમ સ્તુતિ તેમની કરવામાં આવે છે, જે લોકો એમ માને છે કે અમુક શાસ્ત્ર અથવા વેદો અપૌરુષેય છે, એટલે કે તેની ઉત્પત્તિ કોઈ પુરુષ દ્વારા થઈ નથી, તે માન્યતા આ રીતે નિરાધાર ઠરે છે. વાણીરૂપી શબ્દનું પ્રવર્તન પુરુષ વિના થઈ શકતું નથી, તો સાહિત્યની રચના તો થાય જ ક્યાંથી ? એટલે કે વેદો પણ કોઈએ બનાવેલા જ છે અને તેની રચના જોતાં એ વાત સહેજે જણાઈ આવે છે. તેનાં જુદાં જુદાં સૂક્તો જુદા જુદા ઋષિઓએ બનાવેલાં છે, જેમાંના કેટલાંક નામો તેમાંથી જ પ્રાપ્ત થાય છે.
શ્રીતીર્થંકરદેવો અહમ્ બનીને જયારે કેવલજ્ઞાની થાય છે, ત્યારપછી તેઓ દેશના દે છે અને તેમની વાણી શ્રત તરીકે ઝિલાય છે. એટલે એ વચનો અર્થ-ગંભીર, મધુર, નિરવદ્ય તથા પરમહિતકારી હોય એ સ્વાભાવિક છે. આવું સાહિત્ય તેમણે દર્શાવેલા વિચારોની પરંપરા યોગ્ય રીતે જાળવનારું હોઈને અતિપવિત્ર ગણાય છે અને તેથી જ તેને ભગવાનનું વિશેષણ આપવામાં આવ્યું છે.
ભગવાન મહાવીરનો ઉપદેશ તેમના અગિયાર ગણધરોએ ઝીલ્યો હતો અને તેઓએ તેના પરથી બાર અંગોની રચના કરી હતી, જે દ્વાદશાંગીના નામથી ઓળખાય છે. આ ઉપરાંત અન્ય શ્રુત-સ્થવિરોએ પણ સૂત્રોની રચના કરી છે, જે ગણધરોની રચનાને અનુસરીને હોવાથી તેમની કૃતિઓ જેટલી જ માન્ય ગણાય છે. આ પ્રકારે રચાયેલા સાહિત્યને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org