Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પુખરવર-સૂત્ર ૫૧૩
આગમ સંજ્ઞાનો પ્રયોગ થાય છે.
શ્રી મહાવીર-નિર્વાણ પછી તેમની સાતમી પાટે ચતુર્દશ પૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામી થયા. તેમના સમયમાં જૈન શ્રમણોની મુખ્ય વિહારભૂમિસમા મધ્યદેશમાં બારવર્ણ દુકાળ પડ્યો. એ દુકાળના કારણે સાધુઓ દૂર દૂર ચાલ્યા ગયા. કોઈ પર્વતની ગુફાઓમાં ગયા તો કોઈ નદીઓના તટ પર ગયા. વળી કેટલાક સમુદ્ર કિનારે ગયા અને કેટલાક સાધુઓએ અનશનપૂર્વક દેહત્યાગ કર્યો.
આ દુકાળ બાર વર્ષ ચાલ્યો. ત્યારબાદ સાધુઓ પાછા ફરવા લાગ્યા. પરંતુ એ વખતે જણાયું કે દુકાળના સમયમાં સ્વાધ્યાય બરાબર નહિ થઈ શકવાથી કેટલાંક સૂત્રો તદ્દન ભુલાઈ જવાયાં હતાં. એ પરથી પાટલીપુત્રમાં શ્રમણસંઘને એકત્ર કરવામાં આવ્યો ને બચેલું શ્રત એકઠું કરવામાં આવ્યું. તેમાં અગિયાર અંગો બરાબર મળી આવ્યાં, પણ બારમું અંગ દષ્ટિવાદ મળ્યું નહિ.
શ્રી ભદ્રબાહુસ્વામી દૃષ્ટિવાદના જાણકાર હતા, પણ તેઓ એ સમયે નેપાલના માર્ગમાં રહીને મહાપ્રાણ નામનું ધ્યાન ધરી રહ્યા હતા કે જે બાર વર્ષે સિદ્ધ થતું હતું. તેથી કેટલાક સાધુઓને તેમની પાસે મોકલવામાં આવ્યા અને તેમાંથી શ્રી સ્થૂલભદ્ર ૧૦ પૂર્વો સુધીનું જ્ઞાન પામી શક્યા. ત્યારબાદ શ્રી ભદ્રબાહુસ્વામી પાછા ફર્યા, પરંતુ એ વખતે એક ઘટના એવી બની ગઈ કે જેણે તેમને બાકીનાં પૂર્વોનું જ્ઞાન આપતા રોકી દીધા. શ્રી સ્થૂલભદ્રની સાતે બહેનોએ દીક્ષા લીધી હતી, તેઓ તેમને આવ્યા જાણીને વંદન કરવા ચાલી આ વખતે શ્રી સ્થૂલભદ્ર પ્રાપ્ત કરેલી વિદ્યાનો કાંઈક ચમત્કાર બતાવવાના હેતુથી સિંહનું રૂપ ધારણ કર્યું. બહેનો સ્થૂલભદ્રના સ્થાન પર સિંહને જોઈને ખેદ પામી અને એ વાત તેમણે શ્રી ભદ્રબાહુસ્વામીને જણાવી. ચતુર્દશપૂર્વધર શ્રી ભદ્રબાહુવામીને આ વાત સમજતાં વાર ન લાગી. તેમણે એ બહેનો(સાધ્વીઓ)ને કહ્યું કે તમે ફરી ત્યાં જાઓ, તમને શ્રી સ્થૂલભદ્રનાં દર્શન થશે. શ્રી સ્થૂલભદ્ર આ વખતે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા હતા. સાધ્વી-બહેનોએ તેમનાં દર્શન કર્યા અને પ્રસન્નતા અનુભવી. આ બનાવને શ્રુત-મદ લેખી શ્રી ભદ્રબાહુસ્વામીએ બાકીનાં પૂર્વોનું જ્ઞાન શ્રી
પ્ર.-૧૩૩ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org