Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પુખ્ખરવર-સૂત્ર૦૫૧૫
બીજી ગાથામાં શ્રુતનું મહત્ત્વ વર્ણવી તેને નમસ્કાર કરવામાં આવ્યો છે. આ શ્રુત અજ્ઞાનરૂપી અંધકારનો પડદો ચીરી નાખનારું છે, સુ-ગણ અને નરેંદ્રોથી પૂજાયેલું છે, મોહજાલને તોડનારું છે તથા ઉચિત મર્યાદાને ધારણ કરનારું છે.
ત્રીજી ગાથામાં તેના ગુણોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્રુતજ્ઞાનનું રહસ્ય જે કોઈ પામે છે, તેનાં જન્મ, જરા, મરણ અને શોક કાયમને માટે નાશ પામે છે તથા તે પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખનો ભાગીદાર થાય છે; તેથી કોઈ પણ સુજ્ઞ મનુષ્ય એના આરાધનમાં પ્રમાદ ન જ કરે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ચોથી ગાથામાં શ્રતને સંયમધર્મનું પોષક તથા ચારિત્રધર્મની વૃદ્ધિ કરનાર વિવિધ-જ્ઞાનથી વિભૂષિત વર્ણવીને શ્રુતધર્મનો અને ચારિત્રધર્મનો અહર્નિશ વિજય ઈચ્છવામાં આવ્યો છે.
આ સ્તુતિ પૂર્ણ કરીને શ્રુત-ભગવાનનો કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેથી તેના પ્રારંભમાં શ્રુત-ભગવાનના વંદન-નિમિત્તે કાયોત્સર્ગ કરું છું આદિ સૂત્ર બોલાય છે.
આ સ્તુતિ પર શ્રી જિનદાસગણિમહત્તરે આવશ્યક સૂત્ર ચૂર્ણિમાં, શ્રી હરિભદ્રસૂરિએ આવશ્યકસૂત્ર-વૃત્તિમાં તથા લલિતવિસ્તરા ચે. વૃ.માં, શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણમાં, શ્રી શાંતિસૂરિએ ચેઈયવંદણમહાભાસમાં અને શ્રી દેવેન્દ્રસૂરિએ શ્રાવકપ્રતિક્રમણ સૂત્રની વંદારવૃત્તિમાં વિવેચન કરેલું છે.
આ સ્તુતિમાં સર્વ વર્ણ ૨૧૬ અને તેમાં ગુરુ ૩૪ તથા લઘુ ૧૮૨ છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનો મૂળપાઠ આવશ્યકસૂત્રના કાયોત્સર્ગ અધ્યયનમાં આપેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org