Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘સંસારદાવાનલ’-સૂત્ર ૦ ૪૯૯
હોય તે આ સ્તુતિની ત્રણ ગાથા તથા ચોથી ગાથાનું પ્રથમ ચરણ બોલે છે અને બાકીનાં ત્રણ ચરણો સકલ સંઘ મોટા સ્વરે બોલે છે.
આ સ્તુતિમાં સર્વ વર્ણ ૨૫૨ છે. (૭) પ્રકીર્ણક
આ સ્તુતિની રચના-યાકિની-મહત્તરા-ધર્મસૂનુ શ્રીહરિભદ્રસૂરિએ કરેલી છે. તેઓ ગૃહસ્થપણામાં પુરોહિત હોઈને વેદ-વેદાંતના જાણકાર હતા અને દીક્ષિત થયા પછી જૈન શાસ્ત્રોના પરમ નિષ્ણાત બન્યા હતા. તેમણે શ્રીનંદીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, આવશ્યકસૂત્ર આદિ આગમો પર વિશદ ટીકાઓ રચેલી છે તથા ષગ્દર્શનસમુચ્ચય, શાસ્રવાર્તા-સમુચ્ચય આદિ મહાન્ દાર્શનિક ગ્રંથો રચેલા છે. વળી લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનસૂત્ર-વૃત્તિ, પંચાશક, યોગબિંદુ, યોગવિંશિકા, ધર્મબિંદુ આદિ તેમના પ્રૌઢ ગ્રંથો પ્રસિદ્ધ છે. તેમનું સાહિત્ય વિવિધ, મૌલિક અને ઊંડા ચિંતનવાળું છે. કહેવાય છે કે તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. તેમાં ૧૪૪૦ ગ્રંથ રચાઈ ગયા હતા પણ ચાર ગ્રંથો બાકી રહ્યા હતા; તે વખતે તેમણે ચાર ગ્રંથના સ્થાને સંસારદાવાનલ શબ્દથી શરૂ થતી ચાર સ્તુતિ બનાવી. તેમાં ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું કે તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ, તેથી ત્રણ ચરણરૂપ બાકીની સ્તુતિ તેમના હૃદયના અભિપ્રાય મુજબ સંઘે પૂરી કરી. ત્યારથી ઝંકારારાવ શબ્દોથી માંડીને બાકીની સ્તુતિ સંઘ-દ્વારા ઉચ્ચ સ્વરે બોલાય છે.
તેમની કૃતિઓમાં ભવ-વિરહશબ્દ સંકેતરૂપે વપરાયેલો છે, તે શબ્દ અહીં પણ વપરાયેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org