Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘કલ્યાણ-કંદર સ્તુતિ ૦૪૮૩ સ્તુતિ અને સ્તવન એ બંને અરિહંતદેવના ગુણોત્કીર્તનરૂપ હોઈને તાત્ત્વિક દૃષ્ટિએ એક જ છે, છતાં વ્યવહારમાં તે બંને જુદાં ગણાયાં છે. તે એ રીતે કે ચૈત્યવંદનની ક્રિયા દરમિયાન કાયોત્સર્ગ કર્યા પછી જે બોલાય અને જેનું પ્રમાણ માત્ર એક શ્લોક જેટલું હોય તેને “સ્તુતિ' (થઈ) ગણવી અને જે પ્રાયઃ ચૈત્યવંદનની મધ્યમાં બોલાય અને બહુશ્લોક-પ્રમાણ હોય, તેને “સ્તવન (થય) ગણવું. પ્રસ્તુત સૂત્રમાં ચાર સ્તુતિઓ છે, જે પ્રથમ પદ પરથી “કલ્યાણકંદ થઈ કહેવાય છે. કેટલીક પોથીઓમાં “પંચજિન-સ્તુતિ એવું નામ પણ જોવામાં આવે છે.
સ્તુતિનું ધોરણ સામાન્ય રીતે એવું છે કે :"अहिगयजिण पढमथुई, बीया सव्वाण तइअ नाणस्स । વેયાવર/Uા ૩, ૩૩ો ત્યં વરસ્થથુ ."
-દેવવંદનભાષ્ય ગાથા-પર. જે મૂલનાયકના બિંબની આગળ ચૈત્યવંદનનો પ્રારંભ કરવામાં આવે છે, તેને “અધિકૃત-જિન' કહેવામાં આવે છે, તેમને ઉદ્દેશીને પહેલી સ્તુતિ બોલવી. “યસ્થ મૂત્મવિશ્વા પુરતચૈત્યવન્દ્રના વર્તુમારખ્ય સાધकृतजिन उच्यते, तमाश्रित्य प्रथमा स्तुतिर्दातव्या'
(સંઘાચારટીકા. દ. ભા.) બીજી સ્તુતિ “સર્વ જિનોને ઉદ્દેશીને બોલવી. ત્રીજી સ્તુતિ જ્ઞાનનીશ્રુતજ્ઞાન'ની બોલવી અને ચોથી સ્તુતિ વૈયાવૃત્ય કરનાર દેવોના ઉપયોગાથે બોલવી.
આ ધોરણ આવશ્યક ક્રિયા દરમિયાન બોલાતી (૧) “કલ્યાણકંદ' થઈ, (૨) સંસારદાવા-સ્તુતિ અને (૩) “સ્નાતસ્યા-સ્તુતિ એ ત્રણેમાં જળવાયેલું છે.
જેમના દર્શન માત્રથી શુભ ભાવનાનાં પૂર વહેવા લાગે છે, એવા અધિકૃત જિન” એટલે મૂળનાયક સ્તુતિના પ્રથમ અધિકારી છે. વાસ્તવિક રીતે સર્વે તીર્થકરો ગણોમાં સરખા છે-એ જણાવવા માટે બીજી સ્તુતિ તેમની કરવામાં આવે છે, અને તેમણે પ્રરૂપેલા સિદ્ધાંતો-તેમણે પ્રરૂપેલું શ્રુતજ્ઞાન એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org