Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સંસારદાવાનલ'-સૂત્ર ૪૯૫ (૪) મામૂનો ..સા-અહીં તેદિ ક્રિયાપદ છે, મવ-વિ-વર કર્મ છે, તારે કર્મનું વિશેષણ છે, જે સંપ્રદાનાર્થે ચતુર્થીમાં છે, તથા સેવીને સંબોધન થયેલું છે. બાકીનાં બધાં પદો નેવીનાં વિશેષણો છે. હે શ્રુતદેવિ ! મને તમે સારભૂત, ભવ-વિરહ(મોક્ષ)રૂપ વરદાન આપો. અહીં જે શ્રુતદેવીનું સંબોધન કરવામાં આવ્યું છે તે દેવી કેવી છે ? સુંદર કમલ-ઘરની ભૂમિમાં રહેનારી છે, અર્થાત્ સુંદર કમલ પર વિરાજનારી છે, તેજસ્વી છે, હાથમાં શ્રેષ્ઠ કમલને ધારણ કરનારી છે, કંઠમાં સુંદર હાર છે તથા દ્વાદશાંગીથી તેનો દેહ બનેલો છે.
ભવ-વિ શબ્દ યાકિનીમહત્તરા-ધર્મસૂનું શ્રીહરિભદ્રસૂરિજીની કૃતિઓના અંતમાં સંકેતરૂપે વપરાયેલો જોવાય છે, તે રીતે જ અહીં તે વપરાયેલો છે.
(૫) અર્થ-સંકલના શ્રીમહાવીરસ્વામીને હું નમસ્કાર કરું છું. જલ જે પ્રકારે દાવાનલના અગ્નિને શાંત કરે છે, તે જ પ્રકારે તેઓ સંસારના સંતાપરૂપ અગ્નિને શાંત કરે છે. પવન જે રીતે ધૂળને ઉડાડી દે છે, તે જ રીતે તેઓ અજ્ઞાનને દૂર કરી દે છે. તીક્ષ્ણ હળ જેવી રીતે પૃથ્વીને ખોદી કાઢે છે, તેવી જ રીતે તેઓ માયાને ઉખાડીને ફેંકી દે છે અને જે રીતે મેરુપર્વત ચલાયમાન થતો નથી, તે રીતે અત્યંત વૈર્યને લીધે તેઓ ચલાયમાન થતા નથી. ૧.
ભક્તિ-પૂર્વક નમન કરનારા દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના મુગટની ચપળ કમલ-માલાઓથી જે શોભાયમાન છે, જેના પ્રભાવથી નમન કરનારા લોકોનાં મનોવાંછિત પૂર્ણ થાય છે, તે પ્રભાવશાળી જિન-ચરણોને હું અત્યંત શ્રદ્ધાપૂર્વક નમન કરું છું ૨. - આ આગમ-સમુદ્ર અપરિમિત જ્ઞાન-બોધના કારણે ગંભીર છે, લલિત પદોની રચનારૂપ જલથી મનોહર છે, જીવદયા-સંબંધી સૂક્ષ્મ વિચારોરૂપ મોજાંઓથી ભરપૂર હોવાને લીધે જેમાં પ્રવેશ કરવો કઠિન છે, ચૂલિકારૂપ વેળા(ભરતી)વાળો છે. આલાપકરૂપી રત્નોથી ભરપૂર છે અને જેનો સંપૂર્ણ પાર પામવો-મર્મ સમજવો અત્યંત મુશ્કેલ છે, તેવા વીરપ્રભુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org