Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
(૨) સંસ્કૃત છાયા આ સ્તુતિ જોડાક્ષર વિનાની સમસંસ્કૃત પ્રાકૃત ભાષામાં છે; તેથી તેની છાયા પણ ઉપર પ્રમાણે જાણી લેવી.
(૩) સામાન્ય અને વિશેષ અર્થ સંસાર-ઢાવાન-દ-ન-સંસારરૂપી દાવાનલના દાહને ઓલવવામાં પાણી-સમાનને.
સંસાર એ જ સવાનન તે સંસાર-દાવાનલ. તેનો દાહ, તે સંસારતાવાનાત-તાદ તેને માટે નીપાણી(સમાન), તે સંસાર-તાવાન-તા-નીર, તે પ્રત્યે, તેને.
સંસાર-ભવ-ભ્રમણ, સાંસારિક જીવન. ચાવાનન-જંગલમાં પ્રગટેલો અગ્નિ. સાવિચ નન: તાવનાત્મ-તાવ-જંગલ, મનન-અગ્નિ. વાદ-દાઝવું-બળવું-તાપ કે ગરમી. આધિ, વ્યાધિ ને ઉપાધિરૂપ ત્રિવિધ સંતાપ એ સંસારદાવાનલનો દાહ છે. આધિ એટલે વિવિધ પ્રકારની માનસિક પીડા. વ્યાધિ એટલે વિવિધ પ્રકારની શારીરિક પીડા અને ઉપાધિ એટલે વિવિધ પ્રકારની આવી પડેલી બાહ્ય આપદા કે મુશ્કેલીઓ. આ ત્રણે પ્રકારના સંતાપને બૂઝવવામાં-શાંત કરવામાં કુશલ હોવાથી શ્રી મહાવીર પ્રભુ સંસાર-દાવાનલનો દાહ શાંત કરવા માટે નીર-સમાન છે.
સંદ-ધૂની-હો-અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં.
જે ભાવને લીધે બુદ્ધિ યોગ્યાયોગ્ય તત્ત્વનો નિર્ણય કરી શકતી નથી, તે મોહ કહેવાય છે. તે જ્યારે પ્રબલ બને છે ત્યારે સંમોદ કહેવાય છે. આ સ્થિતિમાં બુદ્ધિ ખૂબ જ વિકલ બની જાય છે, એટલે તેને જ અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન કહેવામાં આવે છે.
સી-પવનને, વાયુને. .
માિનો થવા ની સમીર પહંગને પવો . (પા. લ. ના.) અનિલ, ગંધવહ, મારુત, સમીર, પ્રભંજન અને પવન એ પર્યાયનામો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org