Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૯૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
મોજાં ઊછળતાં હોય ત્યાં કોઈને પણ પ્રવેશ કરવો મુશ્કેલ પડે છે, તેથી તે અાજ્ઞ-તે-જેમાં પ્રવેશ ન થઈ શકે તેવા દેહવાળો કહેવાય છે.
અહિંસાનો સિદ્ધાંત સામાન્ય રીતે બધા આર્યધર્મોએ સ્વીકારેલો છે, પરંતુ જૈન મહર્ષિઓએ તેના પર ખૂબ ઊંડો વિચાર કરેલો છે. તેમના અભિપ્રાયથી અહિંસા એ મુખ્ય ધર્મ છે કે જેનો અમલ આચાર અને વિચાર ઉભયમાં થવો ઘટે છે. જીવ-દયા એ આચારની અહિંસા છે અને સ્યાદ્વાદ એ વિચારની અહિંસા છે. આ બંને પ્રકારની અહિંસાનો વિચાર અને તેમાં પણ મુખ્યત્વે સ્યાદ્વાદનો વિચાર સ્થલે સ્થલે સૂક્ષ્મ રીતે આવતો હોવાથી સામાન્ય અભ્યાસીને માટે તેમાં પ્રવેશ કરવાનું સહેલું નથી. એટલે જ વીરાગમને નીવાદિતાવિરત-તહરી-સંગમાનાઇ-વેદ કહેવામાં આવ્યો છે.
વૃત્તા-વેનું-ચૂલિકારૂપ તટવાળાને,
વૃત્તિના એ શાસ્ત્રનો પરિશિષ્ટરૂપ ભાગ છે, કે જેમાં પૂર્વે કહેલા અને નહિ કહેલા વિષયનો સંગ્રહ કરવામાં આવે છે. શ્રીહરિભદ્રસૂરિએ દશવૈકાલિક-ટીકામાં તેનો પરિચય ઉત્તરતન્ત્ર તરીકે આપ્યો છે. તત્ પુનઃચૂડાવત્ ઉત્તરતન્ત્ર વશવાલિસ્ય-તે બે ચૂડાઓ(ચૂલિકાઓ) દશવૈકાલિકસૂત્રના ઉત્તરતંત્ર રૂપ છે. (દશ. વૈ. ચૂલિકા) વેજ્ઞ એટલે વેળા અથવા ભરતી. જૂના એ જ વેત પૂના-વેલ. આ પદ પણ વીરાગમનું વિશેષણ છે.
ગુરુગમ-મળી-સંi-ઉત્તમ આલાપકરૂપી મણિથી ભરપૂરને. ગના ત્રણ અર્થ પ્રાપ્ત થાય છે :
(૧) સદશપાન આલાપકરૂપે એક સરખા પાઠો (વિ. આ. ભા. ગા. ૫૪૮)
(૨) એક સૂત્રથી થતા અનેક અર્થબોધ.
(૩) એક સૂત્રની વિવિધ વ્યુત્પત્તિથી લભ્ય થતા અનેક અર્થ અને અન્વય. (નંદિવૃત્તિ પૃ.૨૧૧).
ગુરુ એવો થમ તે મુદ્દામ, તે રૂપ મળી એટલે શુTMમ-મળી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org