Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૭૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
સુવર્ણમાં રહી ગયેલા સર્વપ્રકારના મલ-સર્વોપ્રકારના કર્મ કચરાને બાળી નાંખે છે. તેથી નિર્મલ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને નિરુપસર્નાવસ્થાને પામી શકાય છે.
દેવવંદનમાં પૂર્વાચાર્યકૃત ગાથાનું ઉદ્ધરણ કરીને જણાવ્યું છે કે"उट्ठिय जिणमुद्दाठियचलणो विहियकरणो जोगमुद्दो य । ડ્રાથવિઠ્ઠ વરિફંડયે પઢડું !'
“(સાધક) ઊભો રહીને, પગ જિનમુદ્રાએ રાખીને, હાથ યોગમુદ્રાએ રાખીને તથા દૃષ્ટિ જિનપ્રતિમા પર સ્થિર કરીને સ્થાપનાજિનદંડક એટલે ચૈત્ય-સ્તવ બોલે છે.”
તાત્પર્ય કે, આ સૂત્ર અઈચૈત્યોનું આલંબન લઈને ધ્યાનમાં મગ્ન થવા માટેનો સમુચિત વિધિ દર્શાવે છે અને તેથી પ્રત્યેક મુમુક્ષુને તેનું આલંબન લેવું અનિવાર્ય છે.
આ સૂત્ર પર આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં, આવશ્યકસૂત્રની શિષ્યહિતા ટીકામાં, લલિતવિસ્તરા નામની .પૃ.માં, યોગશાસ્ત્રની વૃત્તિમાં વંદાવૃત્તિમાં તથા ચેઈયવંદણ-મહાભાસ વગેરેમાં વિવરણ થયેલું છે.
આ સૂત્રમાં સંપદા ૩ તથા પદ ૧૫ સર્વ વર્ણ ૮૯ અને તેમાં ગુરુ ૧૬ તથા લઘુ ૭૩ છે.
(૭) પ્રકીર્ણક આ સૂત્રનો મૂળપાઠ આવશ્યકસૂત્રના કાયોત્સર્ગ-અધ્યયનમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org