Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કલ્યાણ-કંદ' સ્તુતિ ૦૪૭૭
અપાર-સંસાર-સમુદ્-પાર-[પાર-સંસાર-સમુદ્ર-પાર]-જેનો પાર પામવો મુશ્કેલ છે, એવા સંસાર-સમુદ્રના કિનારાને.
જેનો પાર નથી-કિનારો નથી, તે “અપાર'. ઉપલક્ષણથી જેના કિનારે પહોંચવું લગભગ અશક્ય જેવું અથવા તો અતિદુર્ગમ છે, તે પણ
અપાર'. “સંપરdi સંસ:' “સંસાર' એટલે સંસરણ-પરિભ્રમણ. જેમાં એક ગતિમાંથી બીજી ગતિમાં જવાની ક્રિયા અપ્રતિહત ચાલુ છે, તે “સંસાર'. “ગતિ'-શબ્દ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારના જીવનનો બોધક છે. “સદ મુદયા વતે રૂત સમુઃ ' જે “મુદ્રા'થી એટલે મર્યાદાથી વર્તે છે, તે “સમુદ્ર”. અથવા જે ઘણા ઉદકથી-પાણીથી યુક્ત છે, તે “સમુદ્ર'. દરિયો મર્યાદાનો કદાપિ લોપ કરતો નથી, તથા તેમાં પ્રભૂત જલ હોય છે, તેથી તે “સમુદ્ર' કહેવાય છે. ઉદધિ, જલધિ, જલનિધિ, સિંધુ, સરિસ્પતિ, સાગર આદિ તેનાં પર્યાય-નામો છે. સંસાર એ જ સમુદ્ર, તે “સંસાર-સમુદ્ર'. સમુદ્ર જેમ અગાધ જલ વડે ભરપૂર છે, તેમ સંસાર પણ અનંત-ભવરાશિઅનંત દુઃખરાશિથી યુક્ત છે. દાખલા તરીકે નિગોદની અવસ્થામાં એક જીવ ૪૮ મિનિટ જેટલા સમયમાં ૬૫૫૩૬ જેટલા ભવો કરે છે. આ રીતે ભવની સંખ્યા અનંત હોવાથી સંસારનું સ્વરૂપ સમુદ્રને હૂબહૂ મળતું આવે છે. “પાર' એટલે તટ અથવા સમુદ્રનો કિનારો. અને સંસાર સમુદ્ર-પાર એટલે સંસારરૂપી સમુદ્રનો તટ અથવા સંસારરૂપી સમુદ્રનો કિનારો; તે જલદીથી પાર કરી શકાય તેવો નથી, માટે અપાર કહેવાય છે. એટલે અપાર-સંસારસમુદ્-પરંનો અર્થ “જેનો પાર પામવો મુશ્કેલ છે, તેવા સંસાર-સમુદ્રના કિનારાને' એ મુજબ થાય છે.
પત્તા-[vપ્તા ]-પ્રાપ્ત થયેલા. શિર્વ-[શિવ-શિવ, કલ્યાણ, મોક્ષપદ. હિંદુ-વિવા-આપો.
સુફ-સt-[મૃત્યે-સાસ]-શ્રુતિના એક સારરૂપ. શાસ્ત્રના અદ્વિતીય સારરૂપ. શાસ્ત્રોમાં જેને અદ્વિતીય સારરૂપે વર્ણવેલું છે તેવું.
શ્રવને'-શ્ર ધાતુ સાંભળવું એવા અર્થમાં વપરાય છે, તે પરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org