Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૬૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
भाविज्ज अवत्थतियं पिंडत्थ पयत्थ रूवरहियत्तं । छउमत्थ केवलित्तं, सिद्धत्तं चेव तस्सत्थो ॥११॥
પિંડસ્થ, પદસ્થ અને રૂપરહિત એ ત્રણ અવસ્થાની ભાવના કરવી. તેમાં પિંડસ્થ અવસ્થા તીર્થંકર ભગવાન કેવલજ્ઞાન પામે તે અગાઉની છદ્માવસ્થા સૂચવે છે. પદસ્થ અવસ્થા તીર્થંકર ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી થયા તે અવસ્થા સૂચવે છે અને રૂપરહિત અવસ્થા તીર્થંકર ભગવાન સર્વ કર્મથી મુક્ત થઈ સિદ્ધ, બુદ્ધ અને પારંગત થયા તે અવસ્થા સૂચવે છે.
આ રીતે છ નિમિત્તો વડે અર્હતનું જીવન વિચા૨વાથી ધર્મધ્યાનની ધારા ચાલે છે અને ચિત્તને સ્થિર કરવાનું પુષ્ટ આલંબન મળી રહે છે. બીજી રીતે વિચારીએ તો છ નિમિત્તો ક્રિયા અને ફલનો ક્રમ સૂચવે છે. જે આરાધક વંદન, પૂજન, સત્કાર અને સન્માન વડે અર્હત્ની આરાધના, ઉપાસના કે ભક્તિ કરે છે, તેને દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિનો લાભ થાય છે, અને તેથી અનુક્રમે નિરુપસર્ગ એટલે મોક્ષસુખની પ્રાપ્તિ કરે છે.
सद्धाए मेहाए धिईए धारणाए अणुप्पेहाए वड्ढमाणीए ठामि વાવમ્પાં-મારી ઉત્કટ ઇચ્છા વડે, યથાર્થ સમજણ વડે, ચિત્તની ઉત્તમ સ્વસ્થતા વડે, પ્રખર ધારણા વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે કાયોત્સર્ગ કરું છું.
સદ્ધાર્ આદિ સાત પદોને હેતુ-સંપદા કહેવામાં આવે છે, કારણ કે તેમાં કાયોત્સર્ગની સિદ્ધિ કરનારા હેતુઓનો-ઉપાયોનો સંગ્રહ કરેલો છે.
કાયોત્સર્ગની સિદ્ધિ કરવાનો પહેલો ઉપાય શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે નિજાભિલાષ કે ચિત્તસંપ્રસાદ. આનો તાત્ત્વિક અર્થ એ છે કે, જ્યાં સુધી કાયોત્સર્ગ દ્વારા ધર્મધ્યાન કરવા માટે પોતાની ઇચ્છા ન થાય અને એ રીતે ચિત્તમાં પ્રસન્નતા પ્રકટે નહિ, ત્યાં સુધી કાયોત્સર્ગની પ્રવૃત્તિ સંભવી શકે નહિ. વળી આવી ઇચ્છા થઈને નાશ પામતી હોય કે સામાન્ય રૂપે પ્રકટતી હોય તો તેટલા માત્રથી ઇષ્ટ પરિણામ આવી શકે નહિ, તેથી એ ઇચ્છા વર્ધમાના એટલે ઉત્કટ સ્વરૂપની જોઈએ. યોગવિશારદોએ આવી શ્રદ્ધાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org