Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અરિહંત-ચેઈયાણં' સૂત્ર ૦૪૬૫
(જિનાભિષેક) વડે જે પૂજન કરે છે, તેવા ઉત્કૃષ્ટ પૂજન કરવાનો લાભ મને આ કાયોત્સર્ગ વડે મળો, એમ અહીં વિચારવાનું છે.
તીર્થંકર પ્રભુ ઊંચા રાજવંશી ક્ષત્રિયકુલમાં જન્મે છે અને પુણ્યપ્રકૃતિ ઉત્કૃષ્ટ હોવાથી સર્વત્ર સત્કાર પામે છે, વસ્ત્રાભૂષણા વડે આ પ્રકારનો ઉત્કૃષ્ટ સત્કાર કરવાનો લાભ મને આ કાયોત્સર્ગ વડે મળો, એમ વિચારવાનું છે.
કમલપત્ર જલમાં રહેવા છતાં તેનાથી લેવાતું નથી, તેમ તીર્થંકરદેવો સંસારમાં રહેવા છતાં તેના ભોગોથી લેપાતા નથી. તાત્પર્ય કે તેઓ સંસારમાં વિરક્ત ભાવે રહે છે અને “ભગવંત ! તીર્થ પ્રવર્તાવો” એવા લોકાંતિક દેવોની વિનંતિપૂર્વક સંસારનો ત્યાગ કરી પવિત્ર પ્રવ્રજયા ધારણ કરે છે, તે વખતે દેવો આવીને તેમનું ભારે-સન્માન (દીક્ષા મહોત્સવ) કરે છે. આવું ઉત્કૃષ્ટ સન્માન કરવાનો લાભ મને આ કાયોત્સર્ગ વડે મળો, એમ અહીં વિચારવાનું છે.
પ્રવ્રજિત થયેલા તીર્થંકરદેવો દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિ વડે અનુક્રમે શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈને ચાર ઘાતકર્મનો નાશ કરી કૈવલ્યની પ્રાપ્તિ કરે છે. જે બોધિ વડે તીર્થકરો યાવત્ કૈવલ્યની પ્રાપ્તિ કરે છે, તે બોધિનો લાભ મને આ કાયોત્સર્ગ વડે મળો, એમ અહીં વિચારવાનું છે.
ધર્મની આરાધન બરાબર ચાલુ રહે અને તે વડે જગતના જીવો પોતાનું કલ્યાણ સાધી શકે તે માટે તીર્થંકર દેવો ધર્મસંઘની-ધર્મતીર્થની સ્થાપના કરે છે અને તીર્થકર નામકર્મનો ઉપભોગ કરે છે, ત્યારપછી નિર્વાણ નજીક જાણીને શૈલેશીકરણ દ્વારા સર્વ યોગોને રૂંધીને “અયોગી કેવલી' નામનું ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે અને ધનુષ્યમાંથી બાણ છૂટે તેમ શરીરમાંથી છૂટીને ઊર્ધ્વગતિ વડે સિદ્ધશિલામાં પહોંચી નિરુપસર્ગ સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેવા નિરુપસર્ગનો લાભ મને આ કાયોત્સર્ગ દ્વારા મળો, એમ અહીં વિચારવાનું છે.
સ્થાપનાનિક્ષેપની ભક્તિ વડે પ્રભુની વિભિન્ન અવસ્થાઓને ભાવવાનું વિધાન ચૈત્યવંદનભાષ્યમાં નીચે મુજબ કરવામાં આવ્યું છે :
Jain Educho
30ational
For Private & Personal Use Only
www.jainelibrary.org