Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અરિહંત-ચેઈયાણં' સૂત્ર ૦ ૪૬૭
માતાની ઉપમા આપી છે, કારણ કે તે ગમે તેવી વિષમાવસ્થામાં સાધકનું રક્ષણ કરે છે.
કાયોત્સર્ગની સિદ્ધિ કરવાનો બીજો ઉપાય “મેધા’ છે. મેધાનો સામાન્ય અર્થ ધારણાવતી બુદ્ધિ થાય છે, પરંતુ અહીં પ્રકરણવશાત્ તેનો અર્થ પટુબુદ્ધિ કે નિર્મલબુદ્ધિ સમજવાનો છે. જે બુદ્ધિ કાર્યને સમજી શકે, તેના સ્વરૂપનો ખ્યાલ કરી શકે અને તેના હેતુને યથાર્થપણે ગ્રહણ કરી શકે તે પટુ કે નિર્મલ કહેવાય છે. ધ્યાનનો વિષય સ્વરૂપ કે ફળ વગેરેને બરાબર જાણતો નથી, તે ધર્મધ્યાનમાં સ્થિર કેમ થઈ શકે ? સૂક્ષ્મ અને વિશદ સમજણથી ચિત્તને એક પ્રકારનું સમાધાન પ્રાપ્ત થાય છે, જે પ્રવૃત્તિથી સ્થિરતા માટે અતિ ઉપયોગી છે. આ સમજણ પણ વર્ધમાના એટલે યથાર્થ જોઈએ.
કાયોત્સર્ગની સિદ્ધિનો ત્રીજો ઉપાય “વૃતિ' છે. ધૃતિ એટલે વૈર્ય, સંતોષ કે ચિત્તની સ્વસ્થતા. આનો પરમાર્થ એ છે કે જે ચિત્ત લાભનું કારણ મળતાં હર્ષના આવેશમાં આવતું નથી કે હાનિનું કારણ ઉપસ્થિત થતાં શોકમાં ગરકાવ બની જતું નથી પણ સદા સંતુષ્ટ અને સ્વસ્થ રહે છે, તે જ ધર્મધ્યાનમાં સારી રીતે સ્થિર રહી શકે છે. ધૃતિ જેટલી ઉત્તમ તેટલી ધ્યાનની સિદ્ધિ વધારે નજીક.
કાયોત્સર્ગની સિદ્ધિનો ચોથો ઉપાય “ધારણા' છે. ધારણા એટલે ધ્યેયની અવિસ્મૃતિ. પૂર્વકાલે ચિત્તમાં પડેલા સંસ્કારનું ઉદ્ધોધન થાય તેને
સ્મૃતિ કહેવાય અને તેનાથી વિપરીત સ્થિતિને વિસ્મૃતિ કહેવાય. જ્યાં આવી વિસ્મૃતિનો અભાવ હોય ત્યાં ધારણાની ઉપસ્થિતિ ગણાય અને તે ચિત્તવૃત્તિઓના પ્રવાહને એક સરખો ધ્યેય તરફ લઈ જાય છે. ધારણાશક્તિ જેમ જેમ પ્રખર થતી જાય છે, તેમ તેમ ધ્યાનસિદ્ધિ નજીક આવતી જાય છે.
કાયોત્સર્ગની સિદ્ધિનો પાંચમો અને છેલ્લો ઉપાય “અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા એટલે તત્ત્વચિંતન. વધારે સ્પષ્ટ કહીએ તો ચિત્ત જ્યારે ધ્યેયનું સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન કરવા લાગે છે અને એ રીતે તેમાં લીન થતું જાય છે, ત્યારે અનુપ્રેક્ષા વિશદ થઈ કહેવાય છે. આવી અનુપ્રેક્ષા જયારે વૃદ્ધિ પામતી ઉત્કૃષ્ટ કોટિએ પહોંચે છે, ત્યારે ચિત્તની વૃત્તિઓ ધ્યેયમાં તદાકાર થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org