Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
जिनेन्द्रप्रतिमारूपमपि निर्मलमानसः । निर्निमेषदृशा ध्यायन् रूपस्थध्यानवान् भवेत् ॥१०॥
“રાગ, દ્વેષ અને મહામોહના વિકારોથી અકલંકિત, શાંત, સુંદર, મનોહર, સર્વે શુભ લક્ષણોથી ઓળખાતી, અન્ય દર્શનકારોએ નહિ જાણેલી એવી યોગમુદ્રાથી મનોરમ, ચક્ષુઓને અતિ આનંદ આપે તેવો અદ્ભુત રસ ઝરનારી જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાના રૂપનું નિર્મલ મન કરી નિમેષ રહિત દૃષ્ટિએ ધ્યાન કરનાર રૂપસ્થ ધ્યાનવાન્ કહેવાય છે.”
અર્હચૈત્ય, જિનમૂર્તિ, જિનબિંબ અને જિનપ્રતિમા એ પર્યાયશબ્દો છે.
वंदण-वत्तियाए पूअण - वत्तियाए सक्कार - वत्तियाए सम्माणवत्तियाए बोहिलाभ वत्तियाए निरुवसग्ग-वत्तियाए.
વંદનનું નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બોધિલાભનું નિમિત્ત લઈને તથા મોક્ષનું નિમિત્ત લઈને.
કાયોત્સર્ગમાં જિનપ્રતિમાનું આલંબન જે જે નિમિત્તોએ લેવાય છે, તેનું સ્પષ્ટીકરણ વંદ્દળ-વત્તિયાળુ આદિ છ પદોથી કરવામાં આવ્યું છે, તેથી તે નિમિત્ત-સંપદા કહેવાય છે.
જ્યારે અર્હત્ એટલે તીર્થંકરનો જીવ દેવલોકમાંથી ચ્યવીને માતાના ગર્ભમાં આવે છે, ત્યારે ત્રણે ભુવનમાં આનંદની એક અપૂર્વ લહરી ફરી વળે છે અને દિવ્ય પ્રકાશ વગેરે ઉત્પન્ન થાય છે. આ વખતે અવધિજ્ઞાન વડે તે ક્ષેત્રનું નિરીક્ષણ કરી રહેલા શક્રેન્દ્ર અત્યંત રાજી થાય છે અને મસ્તકે અંજલિ કરીને બે હાથ જોડીને હૃષ્ટ-તુષ્ટ મન વડે ‘નમોસ્થુળ ગનિંતાનં મનવંતાણં' આદિ શબ્દો વડે વિધિપૂર્વક વંદના કરે છે. આવી ઉત્કૃષ્ટ વંદના ક૨વાનો લાભ મને આ કાયોત્સર્ગ વડે મળો, એમ અહીં વિચારવાનું છે.
જ્યારે તીર્થંકરનો જન્મ થાય છે, ત્યારે પણ વિશ્વભરમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય છે અને ઇંદ્રાદિદેવો પોતાના કલ્પ મુજબ તેમને મેરુપર્વત પર લઈ જાય છે અને ત્યાં રત્નમયી શિલા પર સ્નાત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org