Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
“અરિહંત-ચેઈયાણં સૂત્ર ૦૪૬૩ મોક્ષમાં જોડે છે, તે સઘળા યોગ કહેવાય છે, પરંતુ અહીં તેનો વિશેષ અર્થ એટલે રૂઢિવશાત્ અર્થસંકોચ પામેલો અર્થ ગ્રહણ કરવાનો છે, એટલે સ્થાનાદિને લગતો જે ધર્મવ્યાપાર તે જ યોગ સમજવાનો છે.
શાસ્ત્રમાં સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એમ પાંચ પ્રકારનો યોગ વર્ણવેલો છે, તેમાંના પહેલા બે પ્રકારો કર્મયોગ છે અને પછીના ત્રણ પ્રકારો જ્ઞાનયોગ છે.”
સ્થાનયોગ' એટલે આસનસિદ્ધિ. તે પદ્માસન, પર્યકાસન, દંડાસન વગેરે આસનોનો જય કરવાથી સિદ્ધ થાય છે. “ઊર્ણયોગ એટલે જપ કે સ્વાધ્યાય. તે યોગક્રિયામાં ઉપયોગી સૂત્રોનો વિધિસર જપ કરવાથી તથા સૂત્રપાઠોનો પદ્ધતિસર ઉચ્ચાર કરવાથી સિદ્ધ થાય છે. “અર્ધયોગ” એટલે તત્ત્વબોધ. તે સૂરનો ભાવ યથાર્થપણે વિચારવાથી સિદ્ધ થાય છે.
આલંબનયોગ એટલે આલંબન વડે ચિત્તનું સ્થિરીકરણ. તે રાગદ્વેષ વિરહિત જિનેશ્વરની પ્રતિમાનું આલંબન લેવાથી સિદ્ધ થાય છે. અને “નિરાલંબનયોગ’ એટલે બાહ્યઆલંબન વિના ચિત્તનું સ્થિરીકરણ તે સચ્ચિદાનંદઘનસ્વરૂપ સિદ્ધ ભગવંતના સ્વરૂપનું ધ્યાન કરવાથી સિદ્ધ થાય છે.
- આ યોગો પૈકી પહેલા બેમાં ક્રિયાની પ્રધાનતા છે, એટલે તે ક્રિયાયોગ કહેવાય છે; અને પછીના ત્રણમાં ચિંતન, ભાવ કે જ્ઞાનની મુખ્યતા છે, એટલે તે જ્ઞાનયોગ કહેવાય.
યોગશાસ્ત્રમાં ધ્યાનની સિદ્ધિ માટે-ચિત્તને સ્થિર કરવા માટે ચાર પ્રકારનાં ધ્યેયો દર્શાવ્યાં છે, જુઓ સૂત્ર ૭, ૭) તેમાં ત્રીજું ધ્યેય રૂપસ્થિ” નામનું છે, તે આ આલંબન-યોગમાં મુખ્ય હોય છે. તે માટે યોગશાસ્ત્રના નવમા પ્રકાશમાં કહ્યું છે કે
रागद्वेषमहामोह-विकारैरकलङ्कितम् ।
शान्त-कान्त-मनोहारि सर्व-लक्षण-लक्षितम् ॥८॥ तीथिकैरपरिज्ञातयोगमुद्रामनोरमम् । अक्ष्णोरमन्दमानन्दनिःस्यन्दं दददद्भुतम् ॥९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org