Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
હોવાથી આમાં દર્શાવેલાં યંત્રો વધુ વિશ્વસનીય ગણાવાં જોઈએ. ૨. દ્વિજપાર્શ્વદેવગણિ રચિત લઘુવૃત્તિ
આ વૃત્તિ વિ. સં. ૧૯૮૮માં દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી તેના ગ્રંથાંક ૮૦ તરીકે મુદ્રિત થયેલ છે. તેમાં આ વૃત્તિને લઘુવૃત્તિ તરીકે કહેલ છે. પરંતુ ગ્રંથકારે ક્યાંય આને લઘુવૃત્તિ કહી નથી જેથી સંપાદકે આને લઘુવૃત્તિ કેમ કહી હશે તે વિચારણીય છે.
આ વૃત્તિ તેના અર્થઘટનની સિદ્ધિથી તથા પૂર્ણચંદ્રગણિ કૃત લઘુવૃત્તિમાં નહીં દર્શાવાયેલ યંત્રો દર્શાવવા વગેરેથી વિશેષતા ધરાવે છે. ૩. અર્થકલ્પલતાવૃત્તિ
આ વૃત્તિ વિ. સં ૧૩૬પમાં સાકેતપુરમાં જિનપ્રભસૂરિએ રચી છે, જે દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી તેના ગ્રંથાંક ૮૧ તરીકે “અનેકાર્થ રત્નમંજૂષા” નામક ગ્રંથમાં વિ. સં. ૧૯૮૯માં મુદ્રિત થયેલ છે.
આ વૃત્તિ અર્થોના વૈવિધ્ય, ‘ઉવસગ્ગહર'ની ગાથાઓનું પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં અર્થઘટન તથા અર્થોની વિશદ છણાવટની દષ્ટિએ અતિશય મહત્ત્વ ધરાવનારી છે. ૪. અજિતપ્રભસૂરિકૃત ઉવસગ્ગહર અવચૂર્ણિ
આ અવચૂર્ણિ કઈ સાલમાં રચાઈ તેનો ઉલ્લેખ ગ્રંથમાં નથી. પ્રતિના અંતે માત્ર “શ્રી નિનામસૂતિવૃરિ વગૂઃિ' એટલો જ ઉલ્લેખ છે. પ્રતિના છેડાનો ભાગ ઘસાઈને નષ્ટ થયેલ છે તેથી ગ્રંથકર્તાનું નામ વંચાતું નથી. પણ આ પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પુણ્યવિજયજી સંગ્રહની નં. ૧૨૭૨ની પ્રતિ તરીકે તેના સૂચિપત્રમાં જ્યાં નોંધાઈ છે ત્યાં આ અવચૂર્ણિના કર્તા તરીકે અજિતપ્રભસૂરિનું નામ નોંધાયેલ છે. એટલે લાગે છે કે પ્રતિનો પ્રાંતભાગ નષ્ટ નહીં થયો હોય ત્યારે ત્યાં અજિતપ્રભસૂરિ નામ લખેલ હશે. અમે પણ તેથી અહીં તેના કર્તા તરીકે અજિતપ્રભસૂરિનું નામ લખેલ છે.
આ અવચૂર્ણિ, ૧૫૦ અનુષ્ટ્રપ શ્લોક પ્રમાણ અને અદ્યાવધિ અમુદ્રિત છે. આ અવચૂર્ણિ જિનપ્રભસૂરિકૃત અર્થકલ્પલતાનું સંક્ષિપ્તીકરણ છે જે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org