Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જય વિયરાય' સૂત્ર ૦ ૪૪૩
સમાજ અને ધર્મના ધારણ માટે અનુભવી મહાપુરુષોએ જે નિયમો દર્શાવ્યા છે. તેથી વિરુદ્ધ નહિ ચાલવાની મનોવૃત્તિ તે લોકવિરુદ્ધ-ત્યાગનો મર્મ છે.
બીજા પંચાશકમાં કહ્યું છે કે :सव्वस्स चेव निंदा, विसेसओ तहय गुणसमिद्धाणं । उजुधम्मकरण हसणं, रीढा जण पूयणिज्जाणं ॥८॥ बहुजण विरुद्धसंगो, देसादाचारलंघणं चेव । उव्वण भोगो अ तहा, दाणाइ विपयंडमन्ने उ ॥९॥ साहुवसणंमि तोसो, सइ सामत्थंमि अपडिआरो य । एमाइआइँ इत्थं लोगविरुद्धाइं णेणाइं ॥१०॥
ભાવાર્થ - કોઈની પણ નિંદા કરવી તે લોકવિરુદ્ધ છે, તેમાં પણ ગુણવાનોની નિંદા વિશેષતયા લોકવિરુદ્ધ છે. સરળ (ભોળા) માણસની ધર્મકરણની(માં થતી ભૂલો)ની હાંસી કરવી, લોકોમાં માનનીય-પૂજનીય હોય તેઓની હલકાઈ-અપમાન કરવું, (૧) જેના ઘણા વિરોધી (વરી) હોય તેની સોબત કરવી, દેશ-કાળ-કુલ વગેરેના આચારોનું ઉલ્લંઘન કરવું-અર્થાત તે તે વ્યવહારોથી વિરુદ્ધ ચાલવું, દેશ-જાતિ-કુળને ન શોભે તેવો ઉભટ વેષ, ભોગ કરવા વગેરે લોકવિરુદ્ધ છે. ઉપરાંત દાન-તપ વગેરે કરીને લોકમાં જાહેર કરવું (મોટાઈ દેખાડવી) તેને પણ અન્ય આચાર્યો લોકવિરુદ્ધ કહે છે, (૨) તથા સાધુ-સજ્જનો ઉપર સંકટ આવે તેમાં ખુશી થવું, સામર્થ્ય છતાં બચાવવા માટે ઉદ્યમ નહિ કરવો, એ વગેરે લોકવિરુદ્ધ કાર્યોનો મારે ત્યાગ થાઓ. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ.૧, પૃ. ૪૫ર
ગુરુના-પૂબ-વડીલો પ્રત્યે આદર-ભાવ અને ભક્તિ.
“ગુરુ-શબ્દથી સામાન્ય રીતે ધર્મ-ગુરુ, વિદ્યા-ગુરુ કે કલા-ગુરુનો બોધ થાય છે તથા વ્યાવહારિક રીતિએ માતા-પિતા અને અન્ય વડીલોને પણ ગુરુ કહેવામાં આવે છે. તેથી વડીલો-મુરબ્બીઓ પ્રત્યે આદર-ભાવ અને ભક્તિ એ “ગુરુજન-પૂજા'નું રહસ્ય છે.
પસ્થિરપાં-પરોપકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org