Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જય વીયરાય સૂત્ર ૦ ૪૫૧
“બધાની નિંદા (કુથલી) વાંકું બોલવું અને ખાસ કરીને વિશેષ ગુણવાનની નિંદા કરવી; જેઓ સરળતાપૂર્વક ધર્મનું અનુસરણ કરે છે, તેમને હસી કાઢવા; બહુજન-માન્ય પૂજ્યોની અવજ્ઞા કરવી; ઘણા લોકોથી વિરુદ્ધ વર્તન કરનારનો સંગ કરવો, લોકો જેને અત્યંત ધિક્કારતા હોય તેની સોબત કરવી; પ્રસિદ્ધ દેશાચારનું ઉલ્લંઘન કરવું, નિર્લજ્જ અત્યંત ભોગવિલાસ કરવો; છતી લક્ષ્મીએ કોઈને દાન ન આપવું; સાધુ પુરુષોને સંકટ થાય તેમાં અથવા તેમને સતાવવામાં આનંદ માનવો અને છતી શક્તિએ તે વ્યસન-સંકટનો પ્રતિકાર ન કરવો; એ વગેરે કાર્યો લોક-વિરુદ્ધ જાણવાં.”
ગુરુજન-પૂજા બીજાં કર્તવ્ય “લુઝન-પૂગા' એટલે ગુરુજનો પ્રત્યે તથા ગુણવંત વ્યક્તિઓ પ્રત્યે સન્માનની ભાવના અને આદરની ક્રિયા છે. જેઓ આ ગુણ કેળવી શકતા નથી, તેઓ ગુણોનો સંચય કરી શકતા નથી; એટલે પરિણામે વિકાસ સાધી શકતા નથી. ગુરુજન-પૂજા એ કૃતજ્ઞતા-ગુણનું જ બીજું સ્વરૂપ છે. કૃતજ્ઞતા-આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત જરૂરી છે.
પરાર્થ-કરણ - ત્રીજાં કર્તવ્ય પરત્થર-એટલે બીજાનું ભલું કરવાની વૃત્તિ તથા પ્રવૃત્તિ છે. પરમાર્થથી મોક્ષ-માર્ગનો ઉપદેશ અને તે રસ્તે વાળવાનો પ્રયત્ન એ પરોપકાર છે, જ્યારે વ્યવહારથી અન્ન, વસ્ત્ર, રહેઠાણ, ઔષધ કે શિક્ષણ આપવું તથા અન્ય મદદ કરવી તે “પરોપકાર છે. આ બંને પ્રકારના પરોપકારો ભૂમિકાને અનુસારે કર્તવ્ય છે, તેથી તેની અભિલાષા પ્રકટ કરવામાં આવી છે.
શુભગુરુ-યોગ. ચોથું કર્તવ્ય “સદ્દગુરુનો યોગ છે.
ગુરુ-વચન-સેવના પાંચમું કર્તવ્ય ગુરુનાં વચન પ્રમાણે-ઉપદેશ પ્રમાણે ચાલવાની શક્તિ છે, જેનું મહત્ત્વ પ્રતીત છે.
આ બધી વસ્તુઓ ભવ-નિર્વેદની પૂર્વભૂમિકા તરીકે ઇચ્છવાની છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org