Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૫૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અને તે પ્રમાણે જીવન કેળવવાનું છે. આ રીતે જીવન ગાળનારને જો કે બહુ ભવો કરવા પડતા નથી, તો પણ જેટલા ભવ કરવા પડે, તે બધા ભવોમાં ઉપરોક્ત આઠ વસ્તુ અખંડપણે પ્રાપ્ત થાય એવી અભિલાષા પ્રગટ કરવામાં આવે છે. જે ભવમાં ધર્મ કરવાનું સાધન પ્રાપ્ત થતું નથી, અથવા સાધન પ્રાપ્ત થવા છતાં ધર્મનું આરાધન કરવામાં આવતું નથી, તે ભવ સુદ્ર કીડાઓના જીવનની જેમ એળે ગયો ગણાય છે.
ત્રીજી ગાથામાં જણાવ્યું છે કે-“હે વીતરાગ પ્રભુ ! તમારા સિદ્ધાંતમાં તપ, જપ આદિ ધર્મ-કરણીના ફળની આસક્તિ કરવાની મનાઈ છે, તો પણ હું આ ચૈત્યવંદનરૂપ (ચૈત્યવંદનના વિધિનો પ્રણિધાનસૂત્ર એક મુખ્ય અંશ હોવાથી) ધર્મ-કરણીનું એ ફળ માગી લઉં છું કે મને તમારાં ચરણોની સેવા ભવોભવ હોજો.” આ અભિલાષા કોઈ પણ જાતની મમતા કે આસકિતથી રહિત હોઈને તેને “નિદાન-બંધન' કહી શકાય નહિ, પરંતુ ગાથા રચનારે વિશિષ્ટ શૈલીનો ઉપયોગ કરીને એ વાતને વધારે પુષ્ટ કરી છે કે ચૈત્યવંદન કરનારે વીતરાગ-ચરણની નિરંતર સેવા કરવા સિવાય અન્ય કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખવાની નથી.
ચોથી ગાથામાં દુઃખનો ક્ષય “કર્મનો ક્ષય”, “સમાધિ મરણ” અને બોધિલાભની ભાવના ભાવવામાં આવી છે, તે પણ દરેક રીતે યુક્ત જ છે; કારણ કે જ્યાં સુધી સાધક દુઃખના વિચારમાંથી મુક્ત થતો નથી, ત્યાં સુધી ધર્મ-ધ્યાન કરી શકતો નથી. અહીં “દુ:ખ-નિવારણનો અર્થ વિશેષ સાધનોની ઇચ્છા નહિ, પણ દુઃખ ન વેદાય તેવી સમજ અને તેવું આત્મબલ પણ છે. “કર્મનો ક્ષય' એ સ્પષ્ટ રીતે મોક્ષની અભિલાષા છે અને “સમાધિમરણ' એ “સંલેખના-પૂર્વકનું “પંડિત-મરણ છે કે જેની ભાવના પ્રત્યેક મુમુક્ષુએ રાખવી ઘટે છે. આ બધી વસ્તુઓનું મૂળ “બોધિ-લાભ' છે, એટલે અંતિમ શુભેચ્છા તેની કરવામાં આવી છે.
આ રીતે પ્રણિધાન-સૂત્ર દ્વારા ચૈત્યવંદનની પૂર્ણાહુતિ થતી હોવાથી અંત્યમંગલ' તરીકે “સર્વમ' વાળો શ્લોક બોલવામાં આવે છે. જૈનશાસન સર્વ મંગલોમાં માંગલ્યરૂપ છે, સર્વ કલ્યાણના કારણરૂપ છે અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ છે; તેથી તે સદા જયવંતું વર્તે છે.” આ ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org