Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
જગતમાં “શ્રેયાંસિ વહુવિઝાનિ' એટલે સારાં કામમાં ઘણાં વિપ્નો ઉપસ્થિત થવાનો સંભવ હોય છે, પરંતુ સુજ્ઞ પુરુષો તેનાથી જરા પણ અકળાતા નથી કે હિંમત હારતા નથી. તેઓ તો એ વિદ્ગોનો પ્રચંડ પુરુષાર્થથી સામનો કરે છે અને જયારે તેના પર સંપૂર્ણ જય મેળવે છે, ત્યારે જ જંપે છે; આ રીતે
જ્યારે તેઓ સઘળાં વિદ્ગોને, સઘળા અંતરાયોને વટાવી જાય છે, ત્યારે સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે અને એ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓ જ તેનો વિનિયોગ-પાત્ર જીવમાં દાન કરવાના સાચા અધિકારી બની શકે છે.
ચૈત્યવંદન'ની ક્રિયા પણ એક પ્રકારનું ધાર્મિક અનુષ્ઠાન હોઈને તેનો વિચાર આ દષ્ટબિંદુથી કરવો જોઈએ. જે “ચૈત્યવંદન', કોઈ પણ પ્રકારની લબ્ધિ મેળવવા માટે કે કીર્તિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે તે “વિષાનુષ્ઠાન છે. જે ચૈત્યવંદન' આ લોકના નહિ પરંતુ પરલોકના દિવ્ય ભોગો પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે, તે “ગરાનુષ્ઠાન' છે. જે “ચૈત્યવંદન” કંઈ પણ સમજ વિના કે સમજવાની વૃત્તિ વિના કરવામાં આવે, તે “અનનુષ્ઠાન' છે. “જે ચૈત્યવંદન' મોક્ષપ્રાપ્તિના હેતુથી કરવામાં આવે, તે “તદ્હેતુ-અનુષ્ઠાન' છે અને જે “ચૈત્યવંદન” શુદ્ધ શ્રદ્ધાપૂર્વક તથા પરમ સંવેગથી ભાવિત થયેલા મન વડે એટલે કે ભવનિર્વેદ-પૂર્વક કરવામાં આવે તે “અમૃતાનુષ્ઠાન' છે. ચૈત્યવંદનથી સમ્યભાવ ઉત્પન્ન થાય છે, તેના વડે સકલ કર્મનો ક્ષય થાય છે અને તેથી સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.” એમ જે જ્ઞાની પુરુષોએ કહ્યું છે, તે આ પ્રકારના “ચૈત્યવંદન'ને માટે છે.
“ચૈત્યવંદન'ની સફળતાનો આધાર “શુભ પ્રણિધાન' ઉપર રહેલો છે. આ સૂત્રમાં તેવું પ્રણિધાન મુખ્ય હોવાથી તે “પણિહાણ-સુત્ત-પ્રણિધાનસૂત્રના નામે ઓળખાય છે.
આ સૂત્રનો પ્રારંભ “ય વીયરયા ગય ગુરુ !' એ શબ્દોથી થાય છે. તેમાં “ગય' શબ્દ વિજયનો સૂચક તથા ઉત્સાહ અને આનંદનો દ્યોતક હોઈને મંગલરૂપ છે. આ વિજય “વીતરાગ' એટલે રાગ અને દ્વેષથી સર્વથા પર થયેલા પરમાત્માનો ઈચ્છવામાં આવ્યો છે, એટલે તેમાં વીતરાગ' અને વીતરાગતા' પ્રત્યે પરમ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી છે. મતલબ કે જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org