Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૨૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
શરમાઈ ગયો. ભદ્રબાહુ એ વખતે રાજાને મળવા ગયા અને સંસારનું સ્વરૂપ સમજાવી ધીરજ આપી. રાજાએ તેમના જ્યોતિષજ્ઞાનની પ્રશંસા કરી અને સાથે એ પણ પૂછ્યું કે બિલાડીથી મરણ થશે એ વાત બરાબર સાચી કેમ ન પડી ? તે વખતે સૂરિજીએ લાકડાનો આગળિયો મંગાવ્યો તો તેના છેડા પર બિલાડીનું મોઢું કોરેલું હતું.
આ પ્રસંગથી વરાહમિહિરનો દ્વેષ વધ્યો અને મરીને વ્યંતરદેવ થતાં જૈનસંઘમાં મહામારી (પ્લેગ જેવો રોગચાળો) ફ્લાવા લાગ્યો; પરંતુ શ્રી ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહરં સ્તોત્ર બનાવીને સંઘને મુખ-પાઠ કરવા કહ્યું અને તેથી તે ઉપદ્રવ દૂર થયો. ત્યારથી આ સ્તોત્ર પ્રચલિત થયું છે. ૩૬. ‘ઉવસગ્ગહરં’ સ્તોત્ર પર રચાયેલી વૃત્તિઓ અને તેની વિશેષતા. ‘ઉવસગ્ગહરં’ સ્તોત્ર પર નાની મોટી ટીકાઓ તથા વૃત્તિઓ રચાઈ છે, જે પોતપોતાની વિશેષતાઓથી અલંકૃત છે.
વર્તમાનકાલમાં કેટલીક ટીકાઓ પ્રાપ્ત થતી નથી. પરંતુ જે ટીકાઓ પ્રાપ્ત થાય છે તે નીચે મુજબ છે.
૧.
ઉવસગ્ગહર લઘુવૃત્તિ. કર્તા : પૂર્ણચંદ્રસૂરિ (મુદ્રિત) આ વૃત્તિનો રચનાકાલ બારમી શતાબ્દી મનાય છે.
૨. ઉવસગ્ગહર લઘુવૃત્તિ. કર્તા : દ્વિજપાર્શ્વદેવ ગણિ (મુદ્રિત) આ વૃત્તિનો
રચનાકાલ પણ બારમી શતાબ્દી મનાય છે.
૩. અર્થકલ્પલતા વૃત્તિ. કર્તા : જિનપ્રભસૂરિ (મુદ્રિત) આ વૃત્તિ વિ. સં. ૧૩૬૫માં સાકેતપુરમાં રચાઈ છે.
૩.(૪) શ્રી જયસાગર ગણિકૃત વૃત્તિ. વિક્રમની પંદરમી સદીમાં રચાઈ છે. ઉવસગ્ગહર અવચૂર્ણિ. કર્તા : અજિતપ્રભસૂરિ(અમુદ્રિત)
૪.
આ જિનપ્રભસૂરિકૃત અર્થકલ્પલતા ઉપરની અવસૂરિ છે. રચના સંવત્ ઉપલબ્ધ નથી. તેની હસ્તપ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે.
૫.
ઉવસગ્ગહર પદાર્થ. કર્તા : જિનસૂરમુનિ (અમુદ્રિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org