Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૪૧૭ અન્ય સ્થળે પણ આ જ વિધિનું સમર્થન કરતી જાવિધિ જોવા મળે છે.
આચાર્ય શ્રી ચન્દ્રસૂરિ વિરચિત અભુત પદ્માવતી કલ્પમાં વિધિનો એક પ્રકાર નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે :
*પ્રથમ સ્નાન કરી, શુભવસ્ત્રોથી વિભૂષિત બની, સુગંધિયુક્ત થઈ, પૂર્વાભિમુખ, પર્યકાસને બેસી, નાસિકાના અગ્રભાગ પર બે નેત્રો સ્થાપી, નિર્મલ એવા જનરહિત સ્થાનમાં મંત્રસાધકે વાયુનો નિરોધ કરવો. પછી ધીમે ધીમે વાયુને અંદર લઈ, તે પછી રેચકની વિધિથી વાયુને ધુમાડાની શિખાના આકારે બહાર કાઢી, પાપરજોને ખંખેરી નાખી, પોતાના આત્માને કર્મોરૂપી ઇંધણોના (કાષ્ઠોના) સમૂહની ઉપર બેઠેલો જોવો.
આ વિધિમાં કેવળ પૂર્વ સેવાનો પ્રકાર પ્રાપ્ત થાય છે અને તે અઘમર્ષણરૂપે છે. ઉત્તર સેવા માટે ઉપર પહેલી બે વિધિ દર્શાવ્યા પ્રમાણે સમજવી. ૩૦. નહિ મંત્રના આમ્નાયનું વિશ્લેષણ
ઈતર મંત્રશાસ્ત્રોમાં પ્રત્યેક મંત્રના ઋષિ, છંદ, દેવતા, બીજ, શક્તિ તથા કલકનો નિર્દેશ કરી વિશ્લેષણ કરવાની પ્રથા છે તથા કયા કૃત્ય માટે તે મંત્રનો વિનિયોગ કરાય તે પણ દર્શાવવામાં આવે છે.
જૈન મંત્રશાસ્ત્રમાં આવા વિશ્લેષણનો માર્ગ દર્શાવવાની પ્રથા જણાતી નથી છતાં ક્યારેક કોઈ કોઈ ગ્રંથકાર પરસમય માર્ગની પદ્ધતિ અનુસરતા જોવાય છે.
★ पूर्वं पूर्वाभिमुखः स्नातः शुभवस्त्रविभूषितः ।
सुरभिः पर्यंकासने संस्थो नासाग्रन्यस्तदृग्युग्मः ॥१॥ निर्मलनिर्जनदेशे स्थित्वा मन्त्री निरुध्य वायुं च । आपूर्य शनैरन्तो रेचकविधिना ततस्तूर्ध्वम् ॥२॥ उत्क्षिप्य च धूमशिखा-कारेण विधूय पापरेणुं च । आत्मानं कर्मेन्धनपुञ्जस्योपरि स्थितं स्मरेत् ॥३॥
-સૂ, મું. ક. સં., પરિશિષ્ટ વિભાગ પૃ. ૨ ૧. જુઓ અહંગીતા પૃ. ૨ પ્ર.-૧-૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org