Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૧૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
આ પ્રકારે :
“શરીરને સુખ થાય તેવા આસને બેસી, ઓષ્ઠ પુટને જોડેલું રાખી, નાસિકાના અગ્રભાગ ઉપર નેત્રયુગને સ્થાપી, દાંતો પરસ્પરનો સ્પર્શ ન કરે તે રીતે રજોભાવ અને તમોભાવથી રહિત એવું પ્રસન્ન વદન રાખી, ભૂચાલન વગેરેથી રહિત થઈ, પૂર્વાભિમુખ, ઉત્તરાભિમુખ યા જિનપ્રતિમાની અભિમુખ બની, પ્રમાદનો ત્યાગ કરી, શરીરને સીધું અને સરલ રાખી ધ્યાનનો પ્રારંભ કરવો જોઈએ.’ "'*
બીજા આચાર્ય શ્રી મેરુતંગસૂરિ વિરચિત સૂરિમુખ્યમંત્ર કલ્પમાં તે નીચે પ્રમાણે સાંપડે છે :
+‘ચંદ્રનાડી દ્વારા વાયુનું રેચન કરવું અને રેચન કરતાં એવી ભાવના કરવી કે રજોગુણરૂપ રક્તવાયુનું રેચન થઈ રહ્યું છે.
તે પછી સૂર્યનાડી દ્વારા વાયુનું રેચન કરવું અને રેચન વખતે એવી ભાવના કરવી કે દ્વેષરૂપ કૃષ્ણવાયુનું રેચન થઈ રહ્યું છે.
તે પછી ચંદ્રનાડી દ્વારા વાયુને પૂરક કરીને નાભિમાં સ્થાપન કરવો અને તે વખતે ભાવના કરવી કે સત્ત્વગુણરૂપ શ્વેતવાયુનું આકર્ષણ થઈ રહ્યું છે. તે પછી હોઠોને સારી રીતે બંધ રાખી, મુખને પ્રસન્ન રાખી, પરસ્પર દાંતોનો સ્પર્શ ન થાય તે રીતે, દૃષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર યા તો જે ધ્યેય છે તેના બિંબ આદિ ઉપર રાખી, જીભનું પણ ચાલન ન થાય તે રીતે અંતર્જલ્પરૂપ યા અનાહતનાદરૂપ ધ્યેયમંત્ર આદિનું સ્મરણ કરવું.”
* સુવાસનસમાસીન: સુશ્લિષ્ટાધરપરવ:। नासाग्रन्यस्तदृग्द्वन्द्वो दन्तैर्दन्तानसंस्पृशन् ॥१३५॥
प्रसन्नवदनः पूर्वाभिमुखो वाऽप्युदङ्मुखः ।
अप्रमत्तः सुसंस्थानो ध्याता ध्यानोद्यतो भवेत् ॥ १३६ ॥ - યો. શા. પત્ર ૩૪૦ + चन्द्रेण राजसरूपं रक्तवायुं सूर्येण द्वेषरूपं कृष्णवायुं रेचयित्वा पुनः शशिना सत्त्वगुणरूपं श्वेतवायुमाकृष्य नाभौ च संस्थाप्य प्रसन्नास्यः सुश्लिष्टौष्ठयुगो दन्तैर्दन्तानस्पृशन्नासायां.... मूर्ती वान्यस्तदृष्टिर्जिह्वामप्यचालयन् अन्तर्जल्पाकारमनाहतनादरूपं वा स्मरणमारभेत ।
સૂ. મં, ક, સૂ, ભા. ૧. પૃ. ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org