Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૪૨૩
દા. ત. પ્રભાવક ચરિત્રમાં પાદલિપ્તસૂરિના જીવનચરિત્રમાં તેમના જીવનમાં એક પ્રસંગને આલેખતી ગાથાને મંત્ર તરીકે ગણાવાઈ છે.
जह जह पएसिणिं जाणुयंमि पालित्तउ भमाडेइ । तह तह से सिरवियणा पणस्सइ मुरंडरायस्स ॥
અર્થ :- જેમ જેમ પ્રદેશિનીને જાનુ ઉપર પાદલિપ્ત ફેરવે છે તેમ તેમ મુરંડ રાજાની શિરોવેદના નાશ પામે છે.
આ ગાથા લખ્યા બાદ ત્યાં જણાવ્યું છે કેमन्त्ररूपामिमां गाथां पठन् यस्य शिरः स्पृशेत् । शाम्येत वेदना तस्याद्यापि मूर्नोऽतिदुर्धरा ॥
અર્થ :- મંત્ર સ્વરૂપ આ ગાથાનો પાઠ કરતો (મનુષ્ય) જેના મસ્તકને સ્પર્શ કરે તેની અતિદુર્ધર એવી પણ મસ્તકવેદના આજે પણ શાંત થાય છે.
અહીં આ ગાથાને જ મંત્ર માનવામાં આવેલ છે. તદુપરાંત
'ॐ संति कुंथु अ अरो अरिटुनेमी जिणिंद पासो य । समरंताणं વિઘૂ નિમના ૐ હ્રીં નમઃ | આ મંત્રમાં પણ માત્ર વિગત જ છે છતાંય
આ મંત્રના પ્રયોગથી આંખ દુઃખતી મટે છે તેમ કહેવાયું છે એટલે નિશ્ચિત થાય છે કે મંત્ર એ એવો શબ્દસમૂહ હોવો જોઈએ કે જેથી તેના અધિષ્ઠાયક દેવનું આકર્ષણ થાય તો એવો શબ્દસમૂહ હોવો જોઈએ કે જેમાં વપરાયેલા અક્ષરોનો સંયોગ જ એવા પ્રકારનો હોય કે જે અમુક ફળ આપે જ. ૩૩. ઉવસગ્ગહર સ્તોત્રમાં વપરાયેલ ભગવાન શ્રી પાર્શ્વનાથનાં ચાર નામો
ઉવસગ્ગહરની પ્રથમ ગાથામાં માત્ર તથા ઉર્જા અને ચોથી ગાથામાં વિતામ િતથા પૂવયવ (કલ્પપાદપ) એમ ચાર શબ્દો વપરાયા છે તે ચારે નામના પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિઓ સાંપડે જ છે પરંતુ તે ચારેય નામના શ્રી પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિઓ એક જ સ્થળે સાંપડતી હોય તેવું પણ જાણવા મળ્યું છે.
* પ્રદેશિની એટલે તર્જની આંગળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org