Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર૦૪૧૫
હકીકતને સૂચવતા આ મંત્રમાં બે પદો છે. એક ‘વિસહર' અને બીજું ‘ફુલિંગ' એટલે આ મંત્રને ‘મિળ પાસ' મંત્રથી વાચ્ય ન કરતાં ‘વિસાપુતિન’ મંત્રથી વાચ્ય કરાયો છે અને તે દ્વારા આ મંત્રથી સિદ્ધ થનારાં કાર્યો સૂચવાયાં છે.
૨૮. ઉવસગ્ગહરં સ્તોત્રમાં દર્શાવાયેલા ત્રણ પ્રકારના ભક્ત આત્માઓ .
ઉવસગ્ગહરં સ્તોત્રમાં ત્રણ પ્રકારના ભક્ત આત્માઓ દર્શાવાયા છે અને તે ત્રણ પ્રકારના આત્માઓની કક્ષાનુસાર તેમને પ્રાપ્ત થતાં ફલો પણ દર્શાવાયાં છે. તેમાં સર્વ પ્રથમ કક્ષાના આત્મા (જધન્ય) ‘મનુજ’ દર્શાવ્યા છે કે જેઓ ભૌતિક આપત્તિઓના નિવારણને જ પ્રાધાન્ય આપે છે. સ્તોત્રકારે તેમને માટેનાં ફલો-ગ્રહ, રોગ, મારિ અને દુષ્ટ જ્વરોનો નાશ ગણાવ્યાં છે જે દર્શાવતી ગાથા 'વિજ્ઞપ્તિ મંત' છે.
બીજી કક્ષાના આત્માઓ તરીકે ‘પ્રણત' આત્માઓ દર્શાવ્યા છે કે જે મધ્યમ કક્ષાના છે, તેમને પ્રાપ્ત થનારાં ફલો તરીકે બહુલો-સ્વર્ગ આદિની સંપદાઓ, રાજ્ય, સુખ, સમૃદ્ધિ, દુ:ખ-માત્રનો નાશ દર્શાવ્યો છે અને તે દર્શાવતી ગાથા ‘વિડ જે મંતો' છે.
ત્રીજા કક્ષાના આત્માઓ તરીકે ‘લબ્ધ સમ્યક્ત્વ' આત્માઓ દર્શાવ્યા છે કે જે ઉત્તમ આત્માઓ છે. તેમને પ્રાપ્ત થનારાં ફલો તરીકે નિર્વિઘ્ને અજરામર પદની પ્રાપ્તિ દર્શાવાઈ છે એટલે કે પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ અને જ્યાં સુધી તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ લોકમાં સુખ સંપદાઓ તેને મળ્યા જ કરતી હોય છે તે બતાવાયું છે.
આમ ત્રણે પ્રકારના આત્માઓ માટે આ સ્તોત્ર ફલદાયક છે અને સૌને પોતપોતાની કક્ષાનુસાર ફલો સાંપડે છે.
૨૯. ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ કરવા અંગે
કોઈપણ મંત્ર યા સ્તોત્રનો જાપ કેવી રીતે કરવો તે અંગે ગ્રંથકારો દર્શાવે છે. તે વિધિ ઉવસગ્ગહરં સ્તોત્રના જાપ અથવા સ્મરણ માટે પણ તેટલી જ કૃત્યકારી અથવા કાર્યસાધક છે.
બે સ્થળોએ વિધિનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એક યોગશાસ્ત્રમાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org