Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર૭૩૯૩
માને છે. સત્તરમી શતાબ્દીની દિગમ્બરીય પટ્ટાવલીના અનુસાર આ હકીકત નોંધાઈ છે.* ૭. ભક્તિની વ્યાખ્યા
ઉવસગ્ગહર સ્તોત્રની પાંચમી ગાથાના બીજા ચરણમાં વપરાયેલ મત્તિમાં પદમાં રહેલ મ િશબ્દની વ્યાખ્યા જુદે જુદે સ્થળે જુદા જુદા સંદર્ભોમાં જુદી જુદી કરવામાં આવી છે.
મન્ ધાતુથી નિ પ્રત્યય આવવાથી જ શબ્દ નિષ્પન્ન થાય છે. મન્ ધાતુનો અર્થ છે સેવા કરવી. એટલે જેનો અર્થ છે સેવા. સાચી સેવા ત્યારે જ થાય કે જ્યારે જેની સેવા કરવી હોય તેના પ્રત્યે હૃદયમાં પ્રેમ હોય એટલે અહીં રિનો અર્થ આંતરપ્રેમ કરવામાં આવ્યો છે.' ૮. ઉવસગ્ગહરં સ્તોત્રની મંત્રમયતા
ઉવસગ્ગહર સ્તોત્રમાં કેવળ શ્રી પાર્શ્વનાથસ્વામીની સ્તવના જ છે. નથી તેમાં જેવા કોઈ બીજોનો કે સ્વાહા, સ્વધા જેવા પલ્લવોનો ઉપયોગ છતાંય તે મંત્ર કેવી રીતે ? એ સવાલ ઊઠવો સ્વાભાવિક છે. તેનું સમાધાન એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવંતનું નામ એ જ પરમ મંત્ર છે. * જુઓ ભક્તામર કલ્યાણ મંદિર નમિઊણ સ્તોત્રનયની ભૂમિકા ૫.૨૧ (હી. ૨.
કાપડિયા, પ્ર. દે. લા. જે. ગ્રંથમાલા) ૨. મઃિ માત્તરપ્રીતિઃ અ ક. લ. શાંડિલ્ય સૂત્ર ભાષ્યમાં જણાવ્યું છે કે :- સા પરનુરરૂિરીશ્વરે |-૬-૨ |
तस्मिन् ईश्वरे परा सर्वोत्कृष्टातिगाढा यानुरक्तिः प्रीतिपर्यायोऽनुरागः । इतररागविस्मरणोऽतिनिर्भरो माहात्म्यज्ञानपूर्वक: स्नेह इति यावत् ।
તે ઈશ્વરમાં પરમ અનુરાગ તે જ ભક્તિ.
તે ઈશ્વરમાં પર એટલે સર્વોત્કૃષ્ટ અતિગાઢ જે અનુરાગ, જેને પ્રીતિ કહેવાય તેવો અનુરાગ. અતિનિર્ભર એટલે બીજા રાગોનું વિસ્મરણ કરાવનાર તેમજ તેમના માહાભ્યના જ્ઞાનપૂર્વકનો સ્નેહ તે ભક્તિ છે.
- ભક્તિની આ બધી વ્યાખ્યાઓ “આત્તર પ્રીતિ’ અર્થમાં સમાવિષ્ટ થઈ જાય છે. આવી “આત્તર પ્રીતિનો સમૂહ તેનાથી છલકાતું હદય' આ શબ્દો ભક્તિની સર્વોત્કૃષ્ટતા દર્શાવનારા છે, શ્રદ્ધાનું પરમ પ્રાબલ્ય પ્રકટ કરનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org