Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________ ઉવસગ્ગહરં-સૂત્ર 7405 21. ઉવસગ્ગહર સ્તોત્રનો રચનાકાળ ઉવસગ્ગહરના પ્રણેતા ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીનો જન્મ વીર સં. ૯૪માં થયો હતો. તેમનો ગ્રહસ્થ પર્યાય 45 વર્ષનો હતો અને ચારિત્ર પર્યાય 31 વર્ષનો હતો. તે 31 વર્ષોમાં 17 વર્ષ તેઓ મુનિતરીકે રહ્યા જ્યારે 14 વર્ષ યુગપ્રધાન આચાર્ય તરીકેનો કાલ હતો એટલે વીર સં. ૯૪માં ભદ્રબાહુ સ્વામીના 45 ગૃહસ્થવાસનાં તથા 17 મુનિપણાનાં વર્ષો ઉમેરતાં વીર સં. 156 આવે છે. વીર સં. ૧પ૬થી વીર સં. 170 સુધીનો તેમનો યુગપ્રધાન કાલ હોવાથી તેમણે ઉવસગ્ગહરની રચના આ 14 વર્ષના ગાળા દરમ્યાન કરી છે તે નિર્વિવાદ છે. પરંતુ તેમણે નિશ્ચિત રૂપે કયા વર્ષમાં તે રચના કરી તે જાણવાનું આપણી પાસે હાલ કોઈ સાધન નથી. 22. આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીની અન્ય રચનાઓ આવશ્યક દશવૈકાલિક ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહારસૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિત આ દશ ગ્રંથો પર તેમણે નિયુક્તિઓ રચી છે. (મહામંગલકારી કલ્પસૂત્રના રચયિતા પણ તેઓ જ છે.) દશા, કલ્પ, વ્યવહાર અને નિશીથ આ ચાર છેદસૂત્રો, ભદ્રબાહુ સંહિતા તથા ઉવસગ્ગહરે આમ સોળ રચનાઓ તેમના નામે નોંધાઈ છે. સંસક્તનિયુક્તિ, ગૃહશાંતિ સ્તોત્ર તથા સપાદલક્ષવસુદેવહિડી આદિ ગ્રંથો ભદ્રબાહુસ્વામી કૃત હોવા સામે અનેક વિરોધો હોઈ તેની નોંધ લેવી ઉચિત નથી. एतत् महास्तोत्रं कष्टावसरे आचाम्लत्रितयं कृत्वा सार्धद्वादशसहस्रं जपेत् सलेमानी मालया वा शुद्धस्फाटिकमालया। भूशय्यां ब्रह्मचारी सत्यवाची पवित्रितः पार्श्वनाथजिनं पूज्य अप्रे जापो विधीयते // 1 // पश्चादगरकर्पूरकस्तूरीदशांसं जुहुयात् एवं त्रिदिन कृते सति तृतीये वासरे पद्मावती प्रसन्ना भवति चितितकार्यसिद्धिः सर्वत्र जयवादो भवति प्रत्यक्षीकरणे दर्शनं ददाति // इति श्री राज्यसागरसूरि आराधित सद्याम्ना गुरुगम्यतो कृतो सिद्धी // 2 // આર્ય જંબૂસ્વામી મુક્તાબાઈ જૈન જ્ઞાન આગમમંદિર, ડભોઈ, પ્રતિ નં. 6115 (ઉવસગ્ગહરં કલ્પ) 1. આ ગ્રંથ આજે લભ્ય નથી. આજે આ નામથી મળતો ગ્રંથ કૃત્રિમ હોવાનું તેના જાણકારો કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org