Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________ 406 શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ અહીં એક વાત લખવી આવશ્યક છે કે કેટલાય વિદ્વાનો ઉવસગ્ગહર સ્તોત્રના પ્રણેતા આચાર્ય શ્રી ભદ્રબાહુને વિક્રમની છઠ્ઠી શતાબ્દીના હોવાનું માનવા પ્રેરાય છે અને તે માટે વિવિધ દલીલો રજૂ કરે છે. પરંતુ વિ. સં. ૧૩૬પમાં રચાયેલી અર્થકલ્પલતાવૃત્તિના પ્રણેતા શ્રી જિનપ્રભસૂરિ ઉવસગ્ગહર સ્તોત્રના પ્રણેતા શ્રી ભદ્રબાહુને વીર-નિર્વાણની બીજી શતાબ્દીમાં થયેલા જ સ્વીકારે છે અને તેથી તેમના મતને જ અહીં માન્ય કરાયો છે. 23. ભદ્રબાહુસ્વામીએ આવસ્મયનિષ્કુત્તિમાં દર્શાવેલ સલ્વવિર નિવારની દિ જેવી રીતે ઉવસગ્ગહરં સ્તોત્રમાં શ્રી ભદ્રબાહુએ “વિસહર સુલિંગ મંત્ર દર્શાવ્યો છે, તેવી રીતે બીજે ક્યાંય પણ વિદ્યા કે મંત્ર દર્શાવ્યો છે ખરો ? એ શંકા થવી સ્વાભાવિક છે. તેના સમાધાનમાં જણાવવાનું કે આવસ્મયની નિષુત્તિ ગા. ૧૨૭૦માં તેમણે “સવ્યવિસનિવારણી’ વિદ્યા પણ ગંધર્વ નાગદત્તના કથાનકમાં દર્શાવી છે અને વિશેષ નોંધપાત્ર બીના તો તે છે કે તેમાં પ્રાંતે સ્વાહા' પલ્લવનો પ્રયોગ કરાયો છે અને તેથી એ પણ નિર્ણત થાય છે કે ત્યારે “સ્વાહા'નો પલ્લવ તરીકે પ્રયોગ થતો હતો. પ્રાકૃતમાં “સ્વાહા'નું સાહા” ન કરતાં સ્વાહા જ કાયમ રખાયું છે. 24. “વિસહર કુલિંગ' મંત્રમાં મંત્રબીજોનો પ્રયોગ ઉવસગ્ગહર સ્તોત્રની બીજી ગાથામાં વિસર ફુલિંગમંત્ર એટલું જ કહેવાયું છે અને તેનો પાઠ કરવાનું સૂચવાયું છે. જ્યારે ટીકાકારોએ તે મંત્રને આગળ પાછળ % 6 શ્રી મર્દ આદિ બીજોથી સમન્વિત કરીને તે પછી તેનો જાપ કરવા સૂચવ્યું છે. અહીં એ વાત વિચારવાની છે કે શું શ્રી ભદ્રબાહુસ્વામીના વખતમાં પણ 3% 2 શ્રી મદ્દ આદિ મંત્રબીજો પ્રયોગમાં લેવાતાં હતાં ? તથા >> શ્રી આદિ મંત્ર બીજો ઇતરોમાં જોવા મળે છે, તેવી રીતે જૈનોમાં પણ છે કે જૈનેતરોમાંથી તે જૈનોમાં પ્રવેશ પામ્યાં છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org