Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૪૦૯
આ સ્તોત્ર છે.* ૨૬. ભગવાન શ્રી પાર્શ્વનાથની વિશેષતા
સર્વ તીર્થકર ભગવંતો તીર્થંકરના ભવથી પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે. સર્વ તીર્થકર ભગવંતો જન્મથી (ગર્ભાવાસથી) આરંભી ત્રણ જ્ઞાન સંયુત હોય છે. સર્વ તીર્થંકર પ્રભુઓ અતુલ બલ, રૂપ, ઐશ્વર્ય તથા કાંતિના ભંડાર સમા હોય છે. એટલે અમુક તીર્થંકર વધુ પુણ્યવાન અને અમુક તીર્થકર ઓછા પુણ્યવાનું એમ કહેવું વાજબી નથી.
આમ છતાં પણ બીજી ઔદયિકભાવજન્ય પુણ્ય પ્રવૃતિઓ કોઈ કોઈ તીર્થકર ભગવંતમાં વિશેષ હોય તો તેને જૈનશાસન અમાન્ય કરતું નથી. ભગવાન શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ આ ત્રણ તીર્થકરો ચક્રવર્તી પુણ્યનો ભોગવટો કરનારા હતા જ્યારે બાકીના ૨૧ તીર્થકરોને માટે તેવી સ્થિતિ ન હતી,
તેવી જ રીતે ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામી વિશિષ્ટ કોટિના આદેય નામકર્મના ઉદયવાળા હતા અને જેમના નામનો પ્રભાવ કલિકાલમાં વિશેષ હોય તેવા હતા. તેમ કહેવાથી બીજા શ્રી તીર્થકર ભગવંતોની ન્યૂનતા દર્શાવાતી નથી.
શ્રી પાર્શ્વનાથસ્વામીના અધિષ્ઠાયકો અન્ય તીર્થકર ભગવંતો કરતાં વિશેષ છે એ પણ ભગવાન શ્રી પાર્શ્વનાથનો મહિમા વધવામાં નિમિત્તભૂત ઘટના છે. ભગવાન શ્રી પાર્શ્વનાથની ઘણી આચાર્યાઓ દેવીપણાને તથા ઇંદ્રાણીપણાને પામી છે એ હકીકત જ્ઞાતાધર્મકથાસૂત્રના દ્વિતીયશ્રુતસ્કંધમાં દર્શાવાઈ છે.
ત્યાં જણાવાયું છે કે અમરેન્દ્રની અગ્રમહિષીઓ, બલીન્દ્રની અગ્ર મહિણીઓ, દક્ષિણ વિભાગના (અસુરેન્દ્ર સિવાયના) ઈંદ્રોની અગ્રમહિષીઓ, ઉત્તર વિભાગના (અસરેન્દ્ર સિવાયના) ભવનપતિ ઇંદ્રોની અગ્ર મહિણીઓ, દક્ષિણ વિભાગના વ્યંતર દેવોની અગ્રમહિષીઓ, ઉત્તર વિભાગના વાણવ્યંતરદેવોની અઝમહિષીઓ, ચંદ્રની અગ્રમહિષીઓ,
* અ ક. લ. પૃ, ૯-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org