Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
અભિમંત્રિત કરેલા ધૂપ તથા બલિકર્મ આદિ કરવાનાં છે જેના યોગે સાધક તે તે ઉપદ્રવોને દૂર કરે છે.*
આ સંપૂર્ણ સ્તોત્રનો જાપ કેવી રીતે કરવો ? તથા તેથી શું ફળ મળે છે ? તે અંગે કોઈ ગુરુપરિપાટી યા તો તેવો કોઈ અવિચ્છિન્ન પરંપરાથી ચાલ્યો આવતો આમ્નાય સાંપડતો નથી. ખૂબ જ શોધખોળને અંતે આર્ય જંબુસ્વામી જૈન જ્ઞાનમંદિર ડભોઈમાંથી ‘ઉવસગ્ગહરં કલ્પ' નામક એક હસ્તપ્રત સાંપડી. તેમાં આ સ્તોત્રની સાધના કરવાની એક વિધિ દર્શાવવામાં આવી છે, જે અહીં નીચે રજૂ કરવામાં આવે છે.
આ સ્તોત્રનું બહાર તથા અંદરથી શુદ્ધ બની દરરોજ સાત વાર સ્મરણ કરવાથી અવશ્ય લક્ષ્મી પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી.
આ સ્તોત્રને લખીને વિધિપૂર્વક કંઠમાં ધારણ કરવાથી વંધ્યાને પુત્ર પ્રાપ્ત થાય છે. લખેલા સ્તોત્રને ધોઈ તેનું પાણી પાવાથી શાકિની, ડાકિની, ભૂત, પ્રેત રાક્ષસ આદિ પરાભવ કરતા નથી.
હંમેશાં ચાંદીના પટ્ટમાં આનું પૂજન કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
આ મહાસ્તોત્રનો આપત્તિના સમયે ત્રણ આયંબિલ કરી, ભૂમિશયન, બ્રહ્મચર્ય, સત્ય બોલવું વગેરેથી પવિત્ર બની ભગવાન શ્રી પાર્શ્વનાથની પૂજા કરી તેમની આગળ શુદ્ધ સ્ફટિકની માલાથી અથવા અકલબેરની માલાથી સાડાબાર હજારની સંખ્યાથી જાપ કરવો જોઈએ. તે પછી અગર, કપૂર અને કસ્તૂરીનો દશાંશ હોમ કરવો જોઈએ.
આમ ત્રણ દિવસ પર્યંત ક૨વાથી ત્રીજે દિવસે પદ્માવતી (દેવી) પ્રસન્ન થાય છે. ચિંતિત કાર્ય સિદ્ધ થાય છે. સર્વત્ર સાધકનો જયવાદ થાય છે અને પદ્માવતી (દેવી) પ્રત્યક્ષ બની દર્શન આપે છે.
★ अनेनैव च स्तोत्रेण त्रि-सप्तकृत्वोऽष्टशतं वाऽभिमन्त्रितेन धूपबलिकर्मादिना कृतोपवासपुरुषस्तत्तदनर्थसार्थं व्यर्थयति । અ. ક. લ. પૃ. ૯
१. एतत् स्तोत्रं बाह्याभ्यन्तरं शुद्धया प्रतिवासरं सप्तवारं स्मरणेन अवश्य राज्यलक्ष्मीः प्राप्यते नात्र संदेहः । एतत् स्तोत्रं लिखित्वा विधियुतो कंठे धार्यते वंध्यादिनां अवश्यं पुत्रं लभते । एतत् स्तोत्रं लिखित्वा प्राक्षाल्य पाने सति शाकिनी डाकिनी भूतप्रेतपुद्गलब्रह्म राक्षसादि न पराभवं करोति नित्ये जीतकाय रजतपट्टे पूजनात् महालक्ष्मी प्राप्ती ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org