Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૪૦૩
અને સંપૂર્ણ સ્તોત્ર(૧થી ૫ ગાથા પ્રમાણ)ના પાઠથી આલોક તથા પરલોકનાં સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. ૧૮. “ઉવસગ્ગહર' સ્તોત્રમાં મંત્રો
આ સ્તોત્રમાં વિસહર કુલિંગ મંત્ર તો છે જ પણ બીજાય અનેક મંત્રો જેવા કે સ્તંભન, મોહન, વશીકર, વિદ્વેષણ, ઉચ્ચાટણ તથા પાર્શ્વયક્ષયક્ષિણી મંત્ર ગુપ્ત રીતે સ્થાપિત કરાયેલા છે.
પાંચમી ગાથામાં વિશેષ કરીને દષ્ટકોત્થાપન, પુરક્ષોભકરણ તથા ક્ષેમકરણ અંગેના મંત્રો હોવાનું નોંધાયું છે. ૧૯ ઉવસગ્ગહર સ્તોત્રમાં યંત્રો
આ સ્તોત્રમાં અનેક યંત્રો હોવાનું પણ નોંધાયું છે.
પ્રથમ ગાથામાં નીચેનાં યંત્રો છે. (૧) જગદ્ગાલ્લભ્યકર, (૨) સૌભાગ્યકર, (૩) ભૂતાદિનિગ્રહકર, (૪) શુદ્રોપદ્રવનાશક, (૫) જવરોપશામક, (૬) શાકિનીનાશક, (૭) વિષનિગ્રહકર.
બીજી ગાથામાં નીચેનાં યંત્રો છેબૃહસ્યક્ર યંત્ર તથા ચિંતામણિચક્ર યંત્ર છે. ત્રીજી ગાથામાં નીચેનાં યંત્રો છે.
વંધ્યાશબ્દાપ, (વંધ્યત્વનિવારક) અપત્યજીવન, કાકવંધ્યત્વનિવારક, બાલકગ્રહપીડાનિવારક, સૌભાગ્યદાયક તથા અપસ્મારાપહારક.
ચોથી ગાથામાં નીચેનાં યંત્રો છે :સર્વાર્થસાધક દેવકુલ તથા કલ્પદ્રુમ યંત્ર.
પાંચમી ગાથામાં શાંતિક, પૌષ્ટિક, વર-રોગ-શાકિની-ભૂત-પ્રેતરાક્ષસ તથા કિન્નરાદિનાશક યંત્રો છે. ૨૦. “ઉવસગ્ગહરં સ્તોત્રમાં દર્શાવેલ ફલો પ્રાપ્ત કરવા માટેની વિધિ
ઉપરોક્ત જે ફલો દર્શાવાયાં છે તે ફલો પ્રાપ્ત કરવા માટે સાધકે ઉપવાસ કરવાપૂર્વક આ સ્તોત્ર દ્વારા એકવીસવાર યા એકસો આઠ વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org