Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૪૦૧
આ સ્તોત્રની રચના કયા નગરમાં યા સ્થળમાં થઈ તે અંગે પ્રાપ્ત થતી ટીકાઓ કશો જ પ્રકાશ પાડતી નથી. આ અંગે જે લખાણ પ્રાપ્ત થાય છે તે નીચે મુજબ છે.
જયારે વરાહમિહિર વ્યંતર બની ઉપદ્રવ શરૂ કર્યો ત્યારે શ્રી ભદ્રબાહુસ્વામી તે નગરમાં ન હતા પણ અન્યત્ર હતા તેથી જયાં ઉપદ્રવ શરૂ થયો ત્યાંના સંઘે વિચાર કર્યો કે આ વ્યંતરકૃત ઉપદ્રવને દૂર કરી શકે તેવા કેવલ શ્રી ભદ્રબાહુ જ છે અને તેથી તેમણે બનેલ સ્વરૂપને જણાવવાપૂર્વક ગુરુને વિનંતિ મોકલી. શ્રી ભદ્રબાહુસ્વામીએ પોતાના જ્ઞાનથી આ બધો વ્યતિકર જાણી આ વિનંતિનો સ્વીકાર કરી મહાપ્રભાવવાળું નવું ઉવસગ્ગહર સ્તોત્ર બનાવી સર્વત્ર મોકલ્યું. તેથી સમસ્ત સંઘ તેના પાઠ અને સ્મરણના પ્રભાવથી નિરુપદ્રવ થયા.
આથી નિશ્ચિત થાય છે કે જે નગરમાં ઉપદ્રવ થયો તે નગરમાં શ્રી ભદ્રબાહુ ન હતા પણ અન્યત્ર હતા.
સંઘની વિનંતિથી આ સ્તોત્ર તેમણે બનાવી બીજાઓ દ્વારા મોકલાવ્યું હતું.
આ સ્તોત્ર લઈ જનારા સાધુઓ હતા કે શ્રાવકો હતા તે નિર્ણત થતું નથી. ૧૩. અક્ષરમાન
આ સ્તોત્ર ૧૮૫ અક્ષર પ્રમાણ છે. (સંયુક્ત અક્ષરને એક જ અક્ષર ગણવાનો છે.)
પહેલી ગાથામાં ૩૭, બીજીમાં ૩૮, ત્રીજીમાં ૩૭, ચોથીમાં ૩૫ અને પાંચમીમાં ૩૮ અક્ષરો છે જે બધા ભેગા કરતાં ૧૮૫ થાય છે. ૧૪. સંયુક્તાક્ષરો
આ સ્તોત્રમાં સંયુક્તાક્ષરો ૧૮ અને એક મતે ૧૯ છે.
પ્રથમ ગાથામાં ૪ સંયુક્તાક્ષરો છે. બીજીમાં ૨, ત્રીજીમાં ૪, ચોથીમાં ૬, પાંચમી ગાથામાં ૩ અને જેઓ દ્વિઝ ને બદલે તેનું પાઠ સ્વીકારે છે તેમના મતે ૨. આ રીતે સંયુક્તાક્ષરની વ્યવસ્થા છે.
પ્ર.-૧-૨૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org