Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
તેમનું નામ જ સર્વ મંત્રાક્ષરોમાં શ્રેષ્ઠ મંત્ર છે,* એટલે તે નામ દ્વારા તે પરમતારકની જેમાં સ્તવના હોય તે સ્તોત્ર મંત્ર ગણાય તે સંપૂર્ણ વાસ્તવિક છે. ૯. નામમંત્ર
ભગવંત શ્રી પાર્શ્વનાથસ્વામીનું નામ એ જ મંત્ર છે એ વાતનું સમર્થન કરતાં અનેક વાક્યો સ્તોત્રકારોએ તે તે સ્તોત્રોમાં ગૂંથ્યાં છે જે પૈકી કેટલાંક અહીં મૂકવામાં આવે છે.
તમારું નામ કીર્તન તે રૂપી જલ સમગ્ર દોષોને શમાવે છે.'
તમારા નામ રૂપી નાગદમની જે પુરુષના હૃદયમાં હોય છે તેને વિષધરો ઉપદ્રવ કરી શકતા નથી.
હે પુરુષોત્તમ ! અજિતજિન ! તમારું નામ કીર્તન શુભને પ્રવર્તાવનારું છે.
જેમનું નામ સુગૃહીત-સારી રીતે ગ્રહણ કરવા યોગ્ય છે તે જિનેન્દ્રો જયવંતા વર્તો.
શ્રી શાંતિનાથનું નામ ગ્રહણ જયવંતુ છે." આપનું નામ પણ જગતને સંસારથી બચાવે છે." શ્રી પાર્શ્વનાથના નામરૂપી શ્રેષ્ઠ સિદ્ધ મંત્રના જાપથી...
★ निःशेषमन्त्राक्षरचारुमन्त्रं श्री पार्श्वतीर्थेश्वरनामधेयम् ।
-. સ્તો. સં. ભા. ૨, પૃ. ૧૭૫ १. वनामकीर्तनजलं शमयत्यशेषम् ।।
-ભ. સ્તો, શ્લો. ૩૬ २. त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ।
-ભ. સ્તો, શ્લો. ૩૬ રૂ. નિયનખ ! સુપ્પવત્તાં તવ પુરસુત્તમ ! નામત્તિi | -અ. શા. ત., ગા. ૪ ४. सुगृहीतनामानो जयन्तु ते जिनेन्द्राः ।
મૃ. શા. ૬. રામપ્રફ ગતિ શાન્તઃ |
બૃ. શા. ६. नामापि पाति भवतो भवतो जगन्ति ।
ક. મું. સ્તો, શ્લો. ૭ ७. पासस्स नामवरसिद्धमंतजावेण ।
જૈ. સ્તો. સં. ભા. ૨, પૃ. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org