Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પઠિતસિદ્ધ તે મંત્ર કહેવાય છે.૧
જેની આદિમાં ૐકાર હોય અને અંતમાં “સ્વાહા' હોય તેવો કાર આદિ વર્ણવિન્યાસવાળો મંત્ર કહેવાય છે. ૨ ૧૨. સૂત્રનો પરિચય
પ્રસ્તુત સૂત્રનો પ્રારંભ “વસદિ' પદથી થતો હોવાથી તેનું ઉવસગ્ગહર નામ યોજાયું છે. આ નામ અનુયોગદ્વાર સૂત્ર ૧૩૧માં સૂચવાયેલ આદાનપદનું સ્મરણ કરાવે છે. આદાનપદ સાથે “સૂત્ર' શબ્દનો પ્રયોગ થવાથી જેવી રીતે લોગસ્સસૂત્ર, નમુત્થણે સૂત્ર વગેરે નામો અસ્તિત્વમાં આવ્યાં તેવી જ રીતે “ઉવસગ્ગહરં સૂત્ર' નામ પણ અસ્તિત્વમાં આવ્યું છે.
આ સ્તોત્રની રચના કાર્યવશાત્ થઈ છે. જ્યારે શ્રી સંઘમાં વ્યંતરકૃત ઉપદ્રવ શરૂ થયો ત્યારે તેના નિવારણ માટે તત્કાલીન યુગપુરુષ-યુગપ્રધાનચતુર્દશપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી સંઘનાં કષ્ટો નિવારવા માટે આ સ્તોત્ર રચ્યું હતું.
આ સ્તોત્રની ગાથાઓના પરિમાણ વિશે પણ મતભેદ પ્રવર્તે છે અને તે મતભેદોનું મૂળ કારણ કેટલાક પ્રવાદો તથા કથાનકો છે.
આ વિષયની છણાવટ અમે આગળ [૧૦] “ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓ' નામક શીર્ષક હેઠળ કરી ગયા છીએ, તેથી અહીં તેની પુનરાવૃત્તિ કરવી ઉચિત નથી. મંગલ
કોઈપણ સૂત્ર કે ગ્રંથમાં પ્રારંભમાં હંમેશાં મંગલ મૂકવામાં આવે છે, કારણ કે એવો નિયમ છે કે આદિમાં, મધ્યમાં તથા અંતમાં જેમાં મંગલ હોય
૨. મંતો હોમ્સ પઢિયસિદ્ધો ! –પંચકલ્પ ભાષ્ય, કલ્પ. ૧, પંચકલ્પચૂર્ણિ, પંચવસ્તુ
પ્રકરણ, નિશીથચૂર્ણિ. २. ऊँकारादि स्वाहापर्यन्तो हौंकारादिवर्णविन्यासात्मकस्तं ।
- ઉત્ત. બુ. પૃ. અધ્ય. ૧૫, પૃ. ૪૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org