Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર૭૩૯૭
“જે પુરુષ (મનથી) સંતુષ્ટ થયો છતો હૃદયથી પાર્શ્વનાથનું સ્મરણ કરે છે એટલે કે જે પુરુષ હૃદયરૂપી કમલ તેની જે કર્ણિકા તેમાં, શ્રી પાર્શ્વયક્ષથી લેવાયેલા ધરણ નામક નાગરાજ અને પદ્માવતી વડે જેમની પર્યાપાસના થઈ છે તેવા શ્રી પાર્શ્વનાથને વિશેષ પ્રકારે સ્થાપન કરીને, ત્રણેય સંધ્યાએ અને દિનરાત તેમને સ્મૃતિના વિષયમાં લાવે છે એટલે અન્ય સર્વ વ્યાપાર ત્યજી, એકાગ્ર ચિત્તવાળો બની તેમનું સ્મરણ કરે છે. * દિયા પદની આટલી અર્થગંભીરતા ત્યાં દર્શાવવામાં આવી છે.
ઉવસગ્ગહર સ્તોત્રમાં પણ ક્રિયા પદની અર્થગંભીરતા આટલી હદ સુધી સમજવી આવશ્યક છે. અને તેથી જ અન્ય સ્થળે પણ જણાવેલ છે કે
'हत्पुण्डरीकपीठे भजत तं पार्श्वतीर्थकरम्' ૧૧. મંત્રની વ્યાખ્યા
મંત્રની જુદી જુદી વ્યાખ્યાઓ જુદા જુદા ગ્રંથોમાં આ રીતે પ્રાપ્ત થાય છે :
મંત્ર એટલે દેવાધિષ્ઠિત અક્ષરસમૂહ અથવા જેની સાધના કરવી ન પડે તેવી અક્ષરોની રચનાવાળો સમૂહ વિશેષ.
જ્ઞાન અને રક્ષણ તેનાથી નિશ્ચયથી થાય છે માટે તેને મંત્ર કહે છે.
પાઠ કરવા માત્રથી સિદ્ધ અથવા પુરુષ (દેવ) જેનો અધિષ્ઠાયક હોય તે મંત્ર.૩
★ यः पुमान् संतुष्टः सन् हृदयेन पार्श्वनाथस्मरणं कुरुते । यो हृदयारविन्दकर्णिकायां श्री पार्श्वयक्षोपसेवितधरणेन्द्रपद्मावतीप्रणीतपर्युपास्ति पार्श्वनाथं विनिवेश्य त्रिसंध्यमहोरात्रम् यः
स्मृतिगोचरीकरोति अनन्यव्यातिरेकाग्रचेताः । - भयहरस्तोत्रवृत्तिः । ૨. કન્નો દેવાધિષ્ઠિતોડસાધનો વાડક્ષરનાવિશેષ: -પંચાશક ૧૩ વિવરણ, જ્ઞાતાધર્મકથા,
પ્રવચનસારોદ્ધાર, ગચ્છાયાર પન્ના, પિડનિર્યુક્તિ, દર્શનશુદ્ધિ પ્રકરણ, વ્યવહાર
સૂત્ર, રાયપસણીય. २. ज्ञानरक्षणे नियमाद् भवत इति कृत्वा मन्त्र उच्यते ।
-પોડ. ૭ યશોભદ્રસૂરિકૃત વિવ. પત્ર ૩૯ એ. ३. पाठमात्रसिद्धः पुरुषाधिष्ठानो वा मन्त्रः ।
-ધ. સ. અધિ.૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org