Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૯૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧
તો કદી જ મંત્ર ફળદાયક થતો નથી. પછી ભલે તે મંત્રનો તેના માટે વિહિત કરેલ જાપ યા તપ આદિ કરવામાં આવે. તેથી જ ઉવસગ્ગહર સ્તોત્રની પાંચમી ગાથાના બીજા ચરણમાં “મત્તિમનિમેરે’ પદ મૂકી શ્રી પાર્શ્વનાથ ભગવંત પ્રત્યેની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી છે. પ. “ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓ
“ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓના પ્રમાણ વિશે ઘણો મતભેદ છે. કોઈક તેની વર્તમાનનમાં ઉપલબ્ધ થતી પાંચ ગાથાઓ ઉપરાંત છઠ્ઠી ગાથા પણ હોવાનું અને તે આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા સંહરાઈ હોવાનું માને છે. કોઈક તેની પાંચ ગાથાઓ ઉપરાંત બીજી બે ગાથાઓ હોવાનું અને તે સિંહરાઈ હોવાનું માને છે. તો કોઈક તેની ૯, ૧૩, ૨૦ યા તેથી ઓછી વધતી ગાથાઓ હોવાનું માને છે. આ બધી માન્યતા વચલા કાળમાં થઈ હોવાનું જણાય છે. કારણ કે ૧૭ મી સદી પૂર્વેના કોઈ જ ગ્રંથમાં ૬ કે ૭થી વધુ ગાથા હોવાનું નોંધાયેલું જોવામાં આવેલ નથી.
જેઓ ૭ ગાથા માને છે તેઓ ૬ ઠ્ઠી અને ૭ મી ગાથા તરીકે જે ગાથાઓ મૂકે છે તેમાં પણ એકવાક્યતા નથી, કોઈક હાથપોથીઓમાં ૩ નક્રિમથકા તથા ૐ નમો સ્તુદ્ધિ સાહિત્ય એમ બે ગાથાઓ ૬ઠ્ઠી તથા ૭ મી ગાથા તરીકે પ્રાપ્ત થાય છે. તો કોઈક હાથપોથીઓમાં તેનાથી જુદી બે ગાથાઓ પણ ઉપલબ્ધ થાય છે.
આ બધું જોતાં વર્તમાનમાં ઉપલબ્ધ થતી પાંચ ગાથાઓ જ વાસ્તવિક રીતે ઉવસગ્ગહર સ્તોત્રની ગાથાઓ છે, એમ માનીને અમે તે ઉપરાંતની ગાથાઓનું વિવેચન કરવું અહીં ઉચિત માન્યું નથી. ૬. વિવિધ સંપ્રદાયોમાં ઉવસગ્ગહરં સ્તોત્ર
જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાય સિવાયના કોઈ જ સંપ્રદાયમાં ઉવસગ્ગહરં સ્તોત્રનો કે તેની રચના થયાનો કશો જ ઉલ્લેખ સાંપડતો નથી.
આચાર્ય શ્રી ભદ્રબાહુને સર્વ સંપ્રદાયો સ્વીકારતા હોવા છતાં તેમની રચનાને આમ કેમ ગૌણ કરવામાં આવી હશે તે સમજાતું નથી. - દિગંબર સંપ્રદાય “ઉવસગ્ગહર' સ્તોત્રને આચાર્ય માનતુંગસૂરિ કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org